- મોહિત ખીમજી પરમારની દુકાનમાંથી નમૂના લીધા હતા
- ફરાળી લોટમાં ઘઉં અને મકાઈના સ્ટાર્ચનું મિશ્રણ કરવામાં આવતું
- RACની કોર્ટમાં એજ્યુડિકેશનની કાર્યવાહી કરવામાં આવશે
રાજકોટમાં વેપારીઓનું સીસ્ટમમાં સેટિંગ થયુ હોય તેવી ચર્ચા સામે આવી છે. જેમાં શ્રાવણમાસમાં લીધેલા ફરાળી લોટના સેમ્પલનો રિપોર્ટ ફેલ થયો છે. અને સૌથી મહત્વની વાત એ છે કે હવે તેનો રિપોર્ટ આવ્યો છે. શ્રાવણમાસમાં આરોગ્ય વિભાગે ફરાળી લોટના નમૂના લીધા હતા.
મોહિત ખીમજી પરમારની દુકાનમાંથી નમૂના લીધા હતા
મોહિત ખીમજી પરમારની દુકાનમાંથી નમૂના લીધા હતા. તથા વિમલ નમકીન, રાધે કેટરર્સ, RS ગૃહ ઉદ્યોગના નમૂના પણ ફેલ થયા છે. આરોગ્ય વિભાગે 4 પેઢી સામે કેસ દાખલ કર્યો છે. લેબમાં વર્કલોડના કારણે ટેસ્ટના રિપોર્ટમાં વિલંબ થયો છે. એકમો સામે પણ એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. તેમજ RACની કોર્ટમાં એજ્યુડિકેશનની કાર્યવાહી કરવામાં આવશે. હવે આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓ ફેલ થયા છે.
ફરાળી લોટમાં ઘઉં અને મકાઈના સ્ટાર્ચનું મિશ્રણ કરવામાં આવતું
મંત્ર મહેલ એકમના મોહિત ખીમજી પરમાર પાસેથી લેવામાં આવેલા ફરાળી લોટના નમુના ફેલ થયા છે. ફરાળી લોટમાં ઘઉં અને મકાઈના સ્ટાર્ચનું મિશ્રણ કરવામાં આવતું હતું. આરોગ્ય વિભાગે ચાર પેઢી સામે કેસ દાખલ કર્યો છે. સરકારી લેબમાં નમૂના ટેસ્ટ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાં લેબમાં વર્કલોડના કારણે ટેસ્ટના રિપોર્ટમાં વિલંબ થયો છે. જેમાં હવે એકમો સામે એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.


