- કાર્પેટ પરથી રોજ હજારો મુસાફરો કરે છે અવરજવર
- વહેલી તકે બિછાવેલી કાર્પેટ હટાવી લેવા લોકોની માંગ
- માતાજીના ગરબાની ગરિમા ન જાળવતા કાર્પેટને લઈ વિવાદ
વડોદરા એરપોર્ટના એરોબ્રિજ પર કાર્પેટને લઈ વિવાદ થયો છે. જેમાં કાર્પેટ પર માતાજીના ગરબાની ગરિમા ન જાળવતા વિવાદ વકર્યો છે. કાર્પેટ પરથી રોજ હજારો મુસાફરો અવરજવર કરે છે. તેમજ એરપોર્ટ ઓથોરિટી ધાર્મિક કાર્પેટ લગાવતા વિવાદ થઇ રહ્યો છે.
વહેલી તકે બિછાવેલી કાર્પેટ હટાવી લેવા લોકોની માંગ
વહેલી તકે કાર્પેટ હટાવી લેવા માંગ ઉઠી છે. જેમાં વડોદરા એરપોર્ટના એરોબ્રિજ પર બીછાવેલી કાર્પેટ ઘણા દિવસોથી વિવાદનું કેન્દ્ર બની છે. કારપેટ પર માતાજીના ગરબાની ગરિમાનું વસ્ત્રાહરણ કરતા ચિત્રો દર્શાવાયા છે. કારપેટ પરથી રોજ હજારો મુસાફરો અવરજવર કરે છે. તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા બીછાવાયેલ કાર્પેટ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. વહેલી તકે બિછાવેલી કાર્પેટ હટાવી લેવા લોકોની માંગ છે.
નાસ્તિક કાર્ય પાકિસ્તાનમાં નહિ આપણા વડોદરામાં થયું: એક સનાતની
એક સનાતનીએ જણાવ્યું છે કે ગરબોએ માતાજીનું ધાર્મિક પ્રતીક છે જ્યાં તમામ હિંદુ માતાજીની ઉપાસના માટે ગરબે ખેલતા હોય છે. તેવામાં ગરબાનું પ્રતીક કારપેટ પર રાખી તેના પર ચાલવાનું બુટ પહેરી પગ મુકવાનું અમુક લોકો તો થુક્તાં પણ હોય છે. આ જોઈ મારી આસ્થાને ઠેસ પહોંચી છે આવું નાસ્તિક કાર્ય પાકિસ્તાનમાં નહિ આપણા વડોદરામાં થયું છે જે આજકાલનું નહિ ખાસા મહિનાઓથી ચાલી રહ્યું છે.


