ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની 19મી આવૃત્તિ માટે ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં થશે. બધી ટીમોએ તેમની રીટેન્શન યાદીઓ જાહેર કરી છે, અને ફ્રેન્ચાઇઝીઓ બાકીના સ્થાનો ભરવા માટે ખેલાડીઓ પર બોલી લગાવશે. બધી ટીમોએ કેટલાક ખેલાડીઓને રિલીઝ કર્યા છે જે આગામી ઓક્શનમાં નોંધપાત્ર રકમ મેળવી શકે છે. જોકે, પાંચ ખેલાડીઓ એવા છે જેમની IPL કારકિર્દી સમાપ્ત થઈ શકે છે. કોઈ પણ ટીમ તેમના પર બોલી લગાવે તેવી શક્યતા ઓછી છે.


