બાળકોના જીવનના શરૂઆતના વર્ષો તેમની માનસિક અને શારીરિક વૃદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ એવી ઉમર હોય છે જેમાં બાળકને શું ખવડાવવું અને શું નહીં તે દરેક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બાળકની ડાયેટમાં એવા ખોરાક સામેલ કરવાનો પ્રયાસ થવો જોઈએ કે જેના દ્વારા શરીરને પોષક તત્વો, ખનિજ અને જરૂરી વિટામિન્સ મળી શકે. પરંતુ માતા-પિતા ઘણીવાર બાળકોને એવા ખોરાક ખવડાવે છે જે લાંબા સમય સુધી તેમની તંદુરસ્તી માટે નુકસાનકારક સાબિત થાય છે. જે બાળકને ક્યારેય નહીં આપવા જોઈએ. ડૉક્ટરનું કહેવું છે કે આ સફેદ ખોરાક બાળકની તંદુરસ્તી માટે ખરાબ હોય છે.
ચાલો જાણીએ એવા કયા ખોરાક છે જે બાળકને ક્યારેય ન આપવા જોઇએ.
વાઇટ બ્રેડ – આ બ્રેડનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઊંચો હોય છે. એટલે કે આરોગ્ય માટે સારો નથી.
મૈદો – તેમાં રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે અને ફાઇબર નથી હોતો.
પોલિશ કરેલ સફેદ ચોખા – વ્હાઇટ રાઇસ બાળકના આરોગ્ય માટે બિલકુલ યોગ્ય નથી.
મીઠું – મીઠાનો બહુ ઓછી માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. એક વર્ષથી નાના બાળકને તો મીઠું આપવું જ નહીં.
ખાંડ – 2 વર્ષથી નાના બાળકને ખાંડ આપવી નહીં જોઈએ. ત્યારબાદ પણ ખૂબ ઓછામાં ઓછી ખાંડ આપવી.
વ્હાઇટ નૂડલ્સ – બાળકોને બહુ ભાવતાં હોય છે પરંતુ તંદુરસ્તી માટે તે નુકસાનકારક છે. નૂડલ્સની જેમ પાસ્તા પણ ઓછી જ માત્રામાં આપવા.
મિલ્ક ક્રીમ બિસ્કિટ – બિસ્કિટમાં જે ક્રીમ હોય છે તે ખરેખર દૂધમાંથી બનેલી નથી. આ ક્રીમવાળા બિસ્કિટ ખાવાનું ડૉક્ટર ખાસ મનાઇ ફરમાવે છે.
દૂધની મિઠાઈઓ – બાળકોને વધારે મીઠાઈઓ ન આપવી જોઈએ. ભલે તહેવાર હોય તો પણ મીઠું ઓછું જ આપવું જોઈએ.
ડોક્ટરનું કહેવુ છે કે, બાળકોને આવા ખોરાકનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી આગળ જઇને મોટાપો, ડાયબિટીસ અને હાઈપરટેન્શન જેવી સમસ્યાઓ થઈ શકે છે.
Disclaimer- આ લેખ માત્ર તમારી જાણ માટે છે કોઇ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલાં તમારાં ડોક્ટરની સલાહ અવશ્ય લો.