- દુનિયાના અબજોપતિઓની સંપત્તિ વિશે એક વિશેષ સર્વે હાથ ધરાયો
- ધનિકો રોજના આટલી રકમ ખર્ચશે તોપણ આટલા વર્ષો લાગી શકે છે
- ગરીબો વધુ ગરીબ બનવા માટે આ જ કારણ હોવાનું સામે આવ્યું
દુનિયાના સૌથી પાંચ સૌથી ધનવાન વ્યકિતઓની સંપત્તિમાં ગત કેટલાક વર્ષોમાં તેજીથી વધારો થયો છે. અને દુનિયાના ધનિકો અને ગરીબો વચ્ચેની વધતી ખાઈ પણ ઝડપથી વધી છે. તાજેતરમાં એક ખાનગી સર્વેના રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે જ્યાં ગત કેટલાક સમયથી દુનિયાના સૌથી અમીર લોકોની મિલકતમાં ઝડપથી વધારો થયો છે. જ્યારે પાંચ અબજ એવા લોકો છે જે ગરીબી રેખાથી નીચે ઉતરી ગયા છે. આવામાં દુનિયાના ધનિકો અને ગરીબોની વચ્ચેની અસમાનતા વધી છે.
દર કલાકે કરોડોની કમાણી કરી રહ્યા છે દુનિયાના ધનિકો
એક ખાનગી ડેટા સર્વેમાંથી મળતી માહિતી પ્રમાણે વર્ષ-2020થી લઈ અત્યાર સુધી દુનિયાના પાંચ સૌથી ધનવાન વ્યકિત એલન મસ્ક, બર્નાડ અરનોલ્ટ, જેફ બેસોજ, લેરી એલિસન અને માર્ક ઝુકર બર્ગની સંપત્તિ દર કલાકે 14 મિલિયન ડોલર એટલે કે 116 કરોડ રૂપિયા સુધી વધી છે. આવામાં આ તમામ અબજોપતિની સંપત્તિ 869 અબજ ડોલરને પાર ચાલી ગઈ છે.
દૈનિક આઠ કરોડ ખર્ચો તો 600 વર્ષે પણ સમાપ્ત નહીં થાય નાણાં
તમામ અબજોપતિઓની સંપત્તિના ડેટાને એકસાથે રાખીને આ રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે જો એલન મસ્ક એક મિલિયન ડોલર એટલે કે આઠ કરોડ રૂપિયા દરરોજ પણ ખર્ચે તો તેની સમગ્ર સંપત્તિને સમાપ્ત કરવામાં 673 વર્ષો લાગી જશે. જ્યારે એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસને એવું કરવામાં 450 વર્ષથી પણ વધુ સમય લાગશે. આ રિપોર્ટમાં એવો પણ દાવો કરાયે છે કે આગામી કેટલાક વર્ષોમાં જ દુનિયાને પ્રથમ એક હજાર બિલિયન ડોલરની સંપત્તિના માલિક મળી જશે.
ધનવાન અને ગરીબો વચ્ચે વધતી ખાઈ
આ રિપોર્ટમાં દુનિયામાં ધનિકો અને ગરીબો વચ્ચે વધતી ખાઈ પર મુખ્ય રૂપથી ચિંતા વ્યક્ત કરાઈ છે. સરકારે આ મુદ્દે મોટા પગલાં લેવાની જરૂર છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે. દુનિયાભરની સરકારી અને ખાનગી સેકટરને ઉત્તમ રીતે રેગ્યુલેટ કરવાની જરૂર છે. આનાથી આગામી સમયમાં ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈને ભરવાવામાં મદદ મળશે.


