વસ્તુ, વ્યકિત અને વિચારોનો પણ સંગ્રહ ન હોય તે જ સાચો અપરિગ્રહ: મોરારિબાપુ
લખીસરાય (બિહાર)ની રામકથાનું ભાવમય વાતાવરણમાં સમાપન
બાપુની હવે પછીની રામકથા “માનસ સનાતન ધર્મ“ નો તા.૧૭-૧-ર૬થી દિલ્હીની ભૂમિ પર યોજાશે
રજોગુણ શાંતિથી બેસવા ન દે ! તમોગુણ ઉઠવા ન દે !
શૃંગિઋષિ મુનીની તપોભુમિ લખીસરાય (બીહાર)ના વાયુમંડળના પ્રવાહીત થતી રામકથા “માનસ શૃંગિઋષિ“ ના આઠમા દિવસે શનીવારે કથાના પ્રેમસંવાદમાં પ્રિય બાપુએ કહયું કે લૌકિક વ્યકિતની વાણી અર્થની (પૈસા) પાછળ દોડે છે. જયારે અલૌકિક પુરુષની વાણીની પાછળ અર્થ દોડે છે. કવિ ભવભૃતિ પણ કહે છે કે અલૌકિક વ્યકિતની પાછળ વિશ્વની સમૃધ્ધી દોડે છે. આદી જગદગુરૂ શંકરાચાર્યજીને કેટલાક પ્રશ્નો પુછયા છે અને જગદગુરૂએ એના જવાબો ટુંકમાં અને સટીક જવાબો આપ્યા છે. પ્રશ્ન: જગતમાં કઇ વાત ત્યાજય છે ? જવાબ: જેના મનમાં નિરંત અહંકાર હોય તે વસ્તુ ત્યાજય છે. પ્રશ્ન: શરીરમાં સૌથી મહત્વની વસ્તુ કઇ છે? જવાબ: આરોગ્યમ, શરીરમાં સૌથી મહત્વની વસ્તુ કઇ છે? જવાબ: આરોગ્યમ, શરીરમાં આરોગ્ય એ સૌથી મહત્વની વસ્તુ છે. શરીર નિરોગી હશે તો નામસ્મરણ થશે, સેવા થશે માટે સૌથી મહત્વનું આપણા શરીરનું આરોગ્ય છે. પ્રશ્ન: કોની વાણી અમોલ-અમુલ્ય છે? જેની જીભથી હંમેશા સત્ય જ નીકળે એની વાણી અમુલ્ય-અનમોલ છે. સત્ય, મૌન અને શાંત વિષ્ણુ સ્વરૂપ છે. વિષ્ણુ શાંન્તાકારમ છે. આપણો આકાર શાંત છે પણ આપણા વિચારો શાંત નથી. વિચારોથી શાંત હોવું કઠીન છે. સમશીલ રહો સમુદ્ર નીચે અંદરથી ખુબ શાંત છે. ભજન આપણને ભીડમાં પણ સમશીલ રાખે છે. લોક માનતા કે ભીડ સાધકની તપસ્યા સળગાવી દે છે. ઝડપથી ગતીથી જતી કોઇ મોટરકારમાં કોઇની જેમ એનું અવકાશ-સમશીલતા-શોધી લે છે એ રીતે સાધકે એની સ્થિરતા શોધવાની છે.
શુંગિઋષિ અલૌકીક છે. દશરથના જમાઇ છે. દશરથની દિકરી શાન્તા એ શૃંગિ સહધર્મચારીણી છે. શૃંગિ અથર્વવેદના જ્ઞાતા છે. એ એકાંતવાસી છે અને મૌન સાધના તમામ કરે છે. શૃંગીરૂષિના પરીચય માટે આ શ્લોકએ શ્લોકમાં રહેલી તમામ બાબતો આ મહાઋષિ તંભેતંત લાગુ પડે છે.
નિષ્કલમ નિષ્ક્રિયમ શાંન્તમ
નિરશ્યમ નિરંજનમ્ !
અમુતસ્ય પરમસેતુ દગ્ધઇંધનકિવ અનલમ !!
એટલે શૃંગિઋષિમાં કોઇ કલા નહોતી પણ શ્રવણકલા હતી. અને તપ-સાધનામાં જ, મૌન ઉપાસનામાં જ રહેતો એટલે જગતની દ્રષ્ટીએ નિષ્ક્રિય હતો.
ગઇકાલે રવિવારે પ્રિય બાપુએ કથાની ઉપસંહારરૂપ ચર્ચા કરતા કહયું હતું કે ઋષિ કોણ? ઋષિ પાસે વાણી હોય છે. જયીરે મુનિ પાસે મૌન હોય છે. જેને ભજન કરવું હોય એ કયારેય કોઇ સ્થાનકવાસી કે સંસ્થાનવાસી ન બને ! શૃંગિ પાસે ભજન છે. એટલે સુંદર તપોવનમાં બેઠા છે. માનસરમાં શૃંગવેરપુરની વાત છે તો ત્યા પણ શૃંગીરૂષીનો સંદર્ભ હશે જ. શૃંગ એટલે હરણના શીંગ-શીંગડા સંગીતના ઉસ્તાદો પાસેથી જાણ્યું છે કે કોઇપણ તંતુવાધ્ય હોય એના તાર હરણના શીંગડામાંથી બને છે. આજની પેઢીના તંતુવદ્યકારોને પણ આ વાતની ખબર નહીં હોય! વેદ-વેદાંતના તત્વને જાણે તે રૂષિ છે. અને એનામા નિયમપુર્વકનો સંયમ હોય છે. સ્વામી શરણાનંદજી કહે છે કે વિવેકની ઉપર સત્ય-સત છે. પણ મારે સ્વામી મહારાજની આજ્ઞા લઇને કહેવું છે કે ભલે વિવેકની ઉપર સત-સત્ય હોય પણ સત ઉપર સદગુરૂ હોય છે. અને આ વાતમાં સ્વામી શરણાનંદજી પણ રાજી થશે. પાણીમાં આગ લાગી શકે પણ કોઇ સાધુની વાણીમાં કોઇ દિવસ પણ અસત્ય ન નીકળે !
ધામ સંદભર્ પ્રિય બાપુએ સમાપન દિવસે ખુબ ભાવપુર્વક કહયું હતું કે- જેમાં પાંચ પ્રકારનો (ઘ) અને પાંચ પ્રકારની (મ) હોય એને ધામ કહેવાય. અહીં જે શૃંગીધામ છે. એ પરીસરને સરકાર ઉપમુખ્યમંત્રી-અધિકારીઓ નવું રૂપ આપી રહયાં છે. ત્યારે ધામના પાંચ તત્વોનું ધ્યાન રાખે તો સારુ. ધન્યભૂમિ ધાન્યમય હોય જો કે અહીં પર્વતપ્રદેશ છે પણ આ ધામમમાં આવનારને રોટી પ્રસાદ મળે એ અર્થમાં ધાન્ય. ધ્યાન અહીં આવનાર સાધક ભકતને ધ્યાનમાં અનુભવ થાય, ધન્યતા, ધારક અને, ઉદ્યાન બાગ-બગીચો વગેરેથી આ ધામ ખીલતું રહે. આ ધામમાં આ કાર્ય સંપન્ન થાય ત્યારે અમને કહેજો અમે અથર્વવેદ ગ્રંથ મોકલી આપીશું મારૂતીમુર્તિ હનુમાનજી મુર્તિ-શૃંગિરૂષિની મુર્તિ પણ સન્મુખ રાખજો.
કથામૃત
- રામાયણમાં હનુમાનજી રામદુત છે તો અંગત રાજદુત છે.
- વિશ્વ માટે રાષ્ટ્રમંથન જરુરી છે.
- ઋષિ દંડ પણ આપે, એટલા માટે કે આશ્રીત ઉંદડન ન બને !
- લક્ષ્મણજીએ સુરર્પણના કાન-નાક કાપ્યા એ ઓપરેશન સિંદુર નહી પણ ઓપરેશન અ-સુંદર હતુ !
- કુછ લેના ન દેના મગન રહેના, ગહરી નદીયા નાવ પુરાની! કેવટીયા સે મીલે રહેના, કુછ લેના ન દેના મગન રહેના
કબીર સાહેબ


