- ઈમ્પેક્ટ ફી ભરવાનો સમય 6 મહિના લંબાવાયો
- 17 ડિસેમ્બરે પૂર્ણ થતી મુદતમાં કર્યો વધારો
- રાજ્યમાં અત્યાર સુધી 1.50 લાખ અરજીઓ આવી
છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં ઇમ્પકેટ ફી ભરવાની મુદ્દત લંબાવવા અંગે વિચારણા ચાલી રહી હતી. જેમાં 17 ડિસેમ્બરે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત પૂર્ણ થઈ રહી હતી. આ વચ્ચે હવે રાજ્ય સરકાર દ્વારા સતત ત્રીજી વાત ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં વધારો કરી હજી 6 મહિનાનો વધારો કરાયો છે.
નોંધનીય છેકે ગુજરાતમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામ ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં સતત ત્રીજી વાર વધારો કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ઇમ્પેક્ટ ફી બાબતે અરજી કરવામાં મુશ્કેલી હોવાની નાગરિકોની ફરિયાદ હતી.
છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં ઈમ્પેક્ટ ફી ભરી ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરી શકવાની જોગવાઈ છે. જેમાં રાજ્ય સરકારની ધારણા કરતાં ઓછો પ્રતિસાદ મળતા શહેરી વિકાસ વિભાગ દ્વારા 17 ડિસેમ્બરે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત પૂર્ણ થાય તે પહેલા જ 6 મહિનાનો વધારો કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેને લઈ હવે ગેરકાયદેસર બાંધકામ કરનાર વધુ મિલ્કતધારકોને લાભ મળી રહેશે.
શું છે કાયદો અને શું છે જોગવાઈ
રાજ્યમાં ગેરકાયદેસર અને પરવાનગી વગરના બાંધકામોની સંખ્યામાં ઘણો વધારો થયો હતો જે માટે સરકારે ઓક્ટોબર-22માં કાયદામાં સુધારો કરી ઇમ્પેક્ટ ફી સ્વરૂપે દંડનીય રકમની વસુલાત કરી ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર આપવા કવાયત કરી હતી. જોકે હવે સવા વર્ષની મુદત પૂર્ણ થઈ ગયા બાદ 17 ડિસેમ્બરથી 6 મહિનાનું એક્સ્ટેન્શન જાહેર કર્યું છે. જેને લઈ હવે ગેરકાયદેસર બાંધકામ કરનાર વધુ મિલ્કતધારકોને લાભ મળી રહેશે.


