- ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાર મહિનાથી યુદ્ધ યથાવત્
- અમેરિકાએ સીઝફાયર અંગેના ઠરાવ પર યુનોમાં વીટો વાપર્યો
- અમેરિકાના આવા પગલાં બદલ સાઉદી અરબ ભારત માટે આગળ આવ્યું
ઈઝરાયલ અને હમાસ વચ્ચે હાલ ચાર મહિના કરતાં વધુ સમયથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. દિવસેને દિવસે આ યુદ્ધ ખરાબ સ્થિતિ ધારણ કરી રહ્યું છે. તો વળી ગાઝા પટ્ટી યુદ્ધનું મેદાન બની ગયું છે. આ દરમિયાન ગાઝામાં સીઝ ફાયરને લઈ યુએનમાં એક ઠરાવ લાવવામાં આવ્યો હતો. જેના વિરોધમાં અમેરિકાએ વીટો કરી દીધો હતો. જેથી આની પર મુસ્લિમ દેશો ભડક્યા છે. સાઉદી અરબ તો હવે અમેરિકાથી નારાજ થઈ ભારતના ટેકામાં આવી ગયું છે. સાઉદી અરબે યુએન સુરક્ષા પરિષદમાં ભારતની દાવેદારીનું સમર્થન કર્યું છે.
યુએન સુરક્ષા પરિષદમાં સુધારાની સતત માંગ ઉઠી રહી છે. ભારત પણ યુનોમાં વર્તમાન સમયમાં અસ્તિત્વ પર સવાલ ઉઠાવી ચુકયું છે. લાંબા સમયથી ભારત એ વાતની લડાઈ લડી રહ્યું છે કે એક લોકતાંત્રિક વિકાશસીલ દેશ હોવાથી અને જેની વસ્તી 140 કરોડ છે તે યુનોમાં સ્થાયી દાવેદાર લાંબા સમયથી કરી રહ્યું છે. આ દરમિયાન ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને લઈ યુનોમાં યુદ્ધ રોકવાના પ્રસ્તાવ પર અમેરિકાએ વીટો કરી દીધો છે. જેથી અબ અને યુનોમાં ભારતની સ્થાયી દાવેદારીનો ટેકો કર્યો છે. સાઉદી અરબના વિદેશ મંત્રાલયે ભારતની દાવેદારીનું સમર્થન કરતા એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘દુનિયામાં શાંતિ અને સુરક્ષા રાખવા વિશ્વનીયતા અને બેવડા માપદંડો વગર પોતાની જવાબદારીને પૂર્ણ કરવા સુરક્ષા પરિષદમાં સુધારની હવે અગાઉ કરતાં વધુ જરૂરિયાત છે.’
વીટોને લીધે અમેરિકા પર મુસ્લિમ દેશો ભડકયા
ગાઝામાં સીઝ ફાયર ઠરાવ પર અમેરિકાએ વીટો વાપરી દીધો હતો. આનાથી મુસ્લિમ દેશોમાં નારાજગી છે. ખાડી દેશોનું સંગઠન (OIC) આને લઈ અફસોસ વ્યક્ત કર્યો છે. આ કારણે સાઉદી અરબે નારાજગી જોતો યુનોમાં સુધારાની માંગ કરી છે. અલ્જિરિયા તરફથી 20 જાન્યુઆરીએ આ ઠરાવ લવાયો હતો કે આમાં કોઈપણ શરત વગર તમામ બંધકોને તાત્કાલિક અસરથી છોડી દેવામાં આવે અને ગાઝામાં માનવીય મદદ પહોંચાડવામાં આવે. આ બીજીવાર એવું બન્યું કે અમેરિકાએ ઈઝરાયલ સાથે સંકળાયેલા પ્રસ્તાવને રોક્યો છે. ડિસેમ્બરના શરૂઆતમાં પણ અમેરિકાએ વીટો વાપરી દીધો હતો.


