- CSKનો સ્ટાર ખેલાડી તુષાર દેશપાંડે લગ્નના બંધનમાં બંધાયો
- નભા તુષારની સ્કૂલ ક્રશ હતી
- તુષાર ચેન્નાઈ સુપર કિંગ્સનો મહત્વનો બોલર
ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડી તુષાર દેશપાંડે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તુષારે નભા ગદમવારને પોતાની જીવન સાથી બનાવી છે. CSKના ખેલાડી તુષારે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે તેના લગ્નની માહિતી આપી છે. તેણે તેની પત્ની નભા સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી છે. તુષારના લગ્નમાં નજીકના સંબંધીઓની સાથે કેટલાક મિત્રોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
તુષારની સ્કૂલ ક્રશ હતી નભા
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તુષાર અને નભા સ્કૂલના સમયથી એકબીજાને ઓળખે છે. આ પછી તેઓ કોલેજમાં પણ સાથે ભણ્યા. હવે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તુષારે લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બંનેએ 21 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. અગાઉ સગાઈ 12મી જૂને થઈ હતી. જો આપણે નભા વિશે વાત કરીએ, તો તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઇવેટ છે. રિપોર્ટ્સ અનુસાર નભા તુષારની સ્કૂલ ક્રશ હતી અને હવે વર્ષો પછી બંનેએ લગ્ન કરી લીધા છે.
તુષારનું કરીયર
તુષાર ચેન્નાઈ સુપર કિંગ્સનો મહત્વનો બોલર છે. તેણે ઘણી વખત ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તુષારનો ડોમેસ્ટિક મેચોમાં પણ સારો રેકોર્ડ છે. જો તુષારની આઈપીએલ કારકિર્દી પર નજર કરીએ તો તે અત્યાર સુધીમાં 23 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 25 વિકેટ ઝડપી છે. IPL મેચમાં તુષારનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 45 રનમાં 3 વિકેટ લેવાનું રહ્યું છે. તુષારે 30 ફર્સ્ટ ક્લાસ મેચમાં 81 વિકેટ લીધી છે. તેણે 40 લિસ્ટ A મેચમાં 51 વિકેટ લીધી છે. આ સાથે તેણે અત્યાર સુધી રમાયેલી 67 T20 મેચમાં 99 વિકેટ ઝડપી છે.


