- વિશ્વની આ મોટી બેંકમાંથી બે વર્ષમાં 20 હજારની છટણી થશે
- કર્મચારીઓની છટણી કરી અઢી અબજ ડોલર બચાવવાનું આયોજન
- છેલ્લા 14 વર્ષમાં સૌથી કંગાળ ત્રિમાસિક પરિણામને લીધે છટણીનો કર્યો નિર્ણય
અમેરિકાની આ દિગ્ગજ બેંક સિટી ગૃપ ઈંકે આગામી બે વર્ષમાં 20 હજારથી વધઉ લોકોની છટણી કરવાનો પ્લાન બનાવ્યો છે. બેંકનો આ નિર્ણય 14 વર્ષમાં સૌથી ખરાબ ત્રિમાસિક પરિણામો પછી લેવામાં આવ્યો છે. આ અમેરિકી બેંકે 2.39 લાખ લોકોને પોતાના કુલ વર્કફોર્સમાં 20 હજારની છટણી કરવાનું આયોજન કર્યું છે. આવામાં વર્ષ-2026 સુધી બેંકમાં કામ કરનાર કુલ કર્મચારીઓની સંખ્યા આઠ ટકા સુધી ઓછી થઈ શકે છે.
છટણીથી ખર્ચો બચી જશે
મળતી માહિતી પ્રમાણે સિટી ગૃપ ઈંકની ઉપર આ છટણીના પ્લાનથી એક અબજ ડોલરનો ખર્ચ આવશે. આ પૈસા નોકરીમાંથી કાઢી મુકેલા કર્મચારીઓના વધારાના પગાર અને સુવિધા પર ખર્ચ કરવામાં આવશે. આમ છતાં બેંકનો ઓવર ઓલ ખર્ચ ઓછો થશે. બેંકમાં નવા મુખ્ય એક્ઝિક્યુટિવ ઓફિસરના કાર્યભાર સંભાળ્યા પછી સિટી ગૃપ પોતાના કારોબારને ફરીથી વ્યવસ્થિત કરવા લાગશે. બેંકનો પ્રયાસ છે કે તે પોતાનો ખર્ચ ઓછો કરી શકે જેથી લાભને વધારી શકે.
બેંકે શુક્રવારે એવું અનુમાન દર્શાવ્યું કે તેને આ વર્ષનો ખર્ચો 53.5થી 53.80 અબડ ડોલરની વચ્ચે થઈ શકે છે. જે ગત વર્ષની સરખામણીમાં થોડો ઓછો છે. આની પહેલા 2023માં બેંકનો કુલ ખર્ચ 56.40 અબજ ડોલરની આસપાસ રહ્યો હતો. સિટી ગૃપ 20 હજાર કર્મચારીઓની આગામી બે વર્ષમાં છટણી કરી અઢી અબજ ડોલરની બચત કરવાનું આયોજન કરી રહ્યું છે.
ત્રિમાસિકમાં નિરાશાજનક પરિણામ
સિટી ગૃપે ઑક્ટોબર-ડિસેમ્બરના ત્રિમાસિકના પરિણામ પ્રસિદ્ધ કરતા જણાવ્યું કે તેને આ દરમિયાન 1.8 અબજ ડોલરનું નુકસાન થયું છે. જે પાછલા 14 વર્ષમાં બેંકના સૌથી નિરાશાજનક પરિણામ રહ્યા છે. ગત વર્ષે સમાન ત્રિમાસિકની સરખામણીએ બેંકની મહેસૂલ ત્રણ ટકા ઘટીને 17.40 અબડ ડોલર સુધી પહોંચી ગઈ હતી. આ પરિણામ પછી બેંકના મુખ્ય એક્ઝિક્યુટિવ ઓફિસરે કહ્યું વર્ષ-2023 આશા પ્રમાણેનું નથી રહ્યું. આપણી માટે 2024 ખૂબ મહત્ત્વપૂર્ણ છે. બેંક આગામી બે વર્ષમાં મોટા સ્તરે પરિવર્તન કરનારી છે. જેનાથી બેંકના કુલ 2.5 અબજ ડોલર રૂપિયાની બચતનો પ્લાન છે.


