- ભારતમાં વસતાં ઈઝરાયેલી પત્રકાર યુદ્ધમાં ભાગ લેશે
- ઈઝરાયેલ-હમાસ વચ્ચે ભીષણ યુદ્ધનો આરંભ થઈ ચૂક્યો છે
- બંને પક્ષે 1100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનનાં આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આતંકી સંગઠન હમાસ દ્વારા હજુ પણ ઈઝરાયેલના ઘણા વિસ્તારોમાં રોકેટ છોડવામાં આવી રહ્યા છે. હમાસના આતંકવાદીઓ અને ઈઝરાયેલના સુરક્ષા દળો વચ્ચે અનેક વિસ્તારોમાં અથડામણ ચાલી રહી છે. આ સતત હુમલાઓને કારણે ઈઝરાયેલમાં અનેક મકાનો ધ્વસ્ત થઈ ગયા છે. લોકોને પોતાનો જીવ બચાવવા માટે બંકરોમાં છુપાઈ જવું પડે છે.
દેશનની સુરક્ષા માટે પત્રકારને હાંકલ
ઈઝરાયેલના એક પત્રકારે ટ્વીટ કરીને ભારતને અલવિદા કહ્યું છે. તેમનું આ ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેણે ટ્વીટ કર્યું, મારી નિમણૂક મારા દેશ ઈઝરાયેલની સેવા અને સુરક્ષા માટે કરવામાં આવી છે. આવા સંજોગો વચ્ચે ઈઝરાયેલના એક પત્રકારે ટ્વીટ કરીને ભારતને અલવિદા કહી દીધું છે. તેનું આ ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેણે ટ્વીટ કર્યું હતું કે ‘મારી નિમણૂક મારા દેશ ઈઝરાયેલની સેવા અને સુરક્ષા માટે કરવામાં આવી છે. મેં મારી પત્ની ભારતને અલવિદા કહ્યું, જેણે મને ભગવાનના આશીર્વાદ અને રક્ષણ સાથે મોકલ્યો છે. હવેથી તે મારા વતી ટ્વીટર પર પોસ્ટ કરશે’.
હમાસના હુમલામાં 700થી વધુ ઈઝરાયેલી નાગરિકોનાં મોત
તમને જણાવી દઈએ કે આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર 5000 થી વધુ રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં ઈઝરાયેલમાં 700થી વધુ લોકોના મોત થયા હતા. આ દરમિયાન ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ઇઝરાયેલ પણ ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર બોમ્બમારો કરી રહ્યું છે. જેમાં હમાસના 800થી વધુ ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. આ વળતા હુમલામાં 400 થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલના હુમલામાં ઘણી મસ્જિદો અને બહુમાળી ઈમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ છે.
બંને પક્ષે 1100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો
આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષના 1100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. માત્ર ઈઝરાયેલની વાત કરીએ તો હમાસના હુમલામાં તેના 44 સૈનિકો સહિત 700થી વધુ નાગરિકો માર્યા ગયા છે.