- માલદીવના મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી
- લક્ષદ્વીપ પ્રવાસનો પીએમ મોદીએ વીડિયો અને ફોટા મુક્યા હતા
- માલદીવ અને ભારતના વણસતા સંબંધો વચ્ચે વધુ એક વિવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમને પોતાના અનુભવોને સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જો કે આ ઘટના બાદ માલદીવના એક મંત્રીને પીએમ મોદીની સોશિયલ મીડિયા પોસ્ટથી સારું નથી લાગ્યું.
પીએમ મોદીની યાત્રાનો ઉદ્દેશ્ય ભારતીય દ્વીપોને પ્રોત્સાહન આપવાનો છે. મંત્રી અબ્દુલ્લા મહજુમ માજિદનો દાવો છે કે ભારત લક્ષદ્વીપને એક પર્યટન સ્થળ તરીકે પ્રચાર કરી માલદીવથી ધ્યાન ભટકાવવી રહ્યા છે. માજિદે આગળ કહ્યું કે સમુદ્ર તટ પર્યટનમાં માલદીવની સાથે હરિફાઈ કરવામાં ભારતને મહત્ત્વપૂર્ણ પડકારોનો સામનો કરવો પડી શકે છે. આ વિવાદ ગત વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુના સત્તામાં આવ્યા પછી બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, પ્રોગેસિવ અલાયન્સથી મુઈજ્જુ અને પીપલ્સ નેશનલ કોંગ્રેસનું ગઠબંધન ચીન સમર્થક માનવામાં આવે છે. તેઓના હરીફ પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના ભારત સાથે સારા સંબંધ હતા. અને સોલિહના શાસનમાં બંને દેશ વચ્ચે દ્વીપક્ષીય સંબંધ આગળ વધ્યા હતા. જ્યારે નવા રાષ્ટ્રપતિ મુઈજ્જુ ચીન તરફી વલણ રાખવા માટે જાણીતા છે.
માલદીવાના મંત્રી અબદુલ્લા મોહઝુમ માજિદે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓએ લખ્યું કે માલદીવના પર્યટનને ટાર્ગેટ કરવા માટે હું ભારતના પર્યટનને શુભકામના આપું છું. પરંતુ ભારતે અમારી વચ્ચે પર્યટનને લઈ ભારે પડકાર ઝીલવો પડશે. અમારું રિસોર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર તમારા કરતાં સારું છે. આ પોસ્ટમાં પીએમ મોદીને પણ ટેગ કરવામાં આવ્યા છે.
મહત્ત્વનું છે કે,વડાપ્રધાન મોદી કોચ્ચી-લક્ષદ્વીપ સમુહ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર જોડાણનું ઉદઘાટન કરવા, પ્રાથમિક આરોગ્ય સુવિધા અને પાંચ મૉડલ આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણના ખાતમુહૂર્ત રાખવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં લક્ષદ્વીપ ગયા હતા.


