- પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ
- આકાશ ચોપડાએ પાકિસ્તાની ટીમ પર કર્યા પ્રહાર
- પાકિસ્તાની ટીમને જીતને લાયક ન ગણાવી
પૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડાએ વર્લ્ડકપ 2023માંથી પાકિસ્તાનની બહાર થયા બાદ કહ્યું હતું કે આ ટીમ સેમીફાઇનલ માટે ક્વોલિફાય કરવા લાયક નથી. બાબર આઝમની ટીમનું વર્લ્ડકપ અભિયાન ઈંગ્લેન્ડ સામેની હાર સાથે સમાપ્ત થઈ ગયું છે. પાકિસ્તાનની ટીમ 9માંથી 5 મેચ હારીને પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે. પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં નેધરલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામે 4 જીત મેળવી છે. DLSના કારણે તેણે ન્યૂઝીલેન્ડની ટીમ સામે જીત મેળવી હતી. હવે આકાશ ચોપડાએ પાકિસ્તાનના વર્લ્ડકપ અભિયાનનું વિશ્લેષણ કર્યું છે અને તેણે એમ પણ કહ્યું કે, વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમની કેપ્ટન્સી પણ છીનવાઈ શકે છે.
આકાશ ચોપડાએ શું કહ્યુ્ં?
આકાશ ચોપડાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, પાકિસ્તાન સેમીફાઈનલ માટે કેમ ક્વોલિફાઈ ન થઈ શક્યું. હરિસ રઉફ જેણે વર્લ્ડકપમાં 500થી વધુ રન આપ્યા છે. રઉફ મને સારો બોલર લાગે છે, પરંતુ જો તમે વર્લ્ડકપ 2023માં સૌથી વધુ રન બનાવનારા બોલરો પર નજર નાખો તો ટોપ-3માં 2 પાકિસ્તાની છે. આ લિસ્ટમાં રઉફની સાથે શાહીન આફરીદી પણ છે. શાહિને વર્લ્ડકપમાં 481 રન આપ્યા છે.
પાકિસ્તાનની સ્ટ્રાઈક રેટ નીચે
તેમણે આગળ કહ્યું કે, જો તમે બેટિંગ પર નજર નાખો, તો તમે જોશો કે સ્ટ્રાઈક રેટ નીચે જઈ રહ્યો છે. તેમનો સ્ટ્રાઈક રેટ સૌથી નીચો છે. પાકિસ્તાન આ વર્લ્ડકપમાં સારું ક્રિકેટ રમ્યું નથી. તેમના લોકો ઘણી વાતો કરે છે કે બોલ સારો નહોતો, પિચ સારી નહોતી, ભીડ સારી નહોતી, ખાવાનું સારું નહોતું, ફ્લાઈટ સારી નહોતી. ત્યાંના લોકો આવી વાતો કરે છે પણ પાકિસ્તાનની ટીમ એવું નથી કરતી.
પાકિસ્તાન અફઘાનિસ્તાન સામે હાર્યું
આ વર્લ્ડકપમાં પાકિસ્તાનને મોટી ટીમો સામે હારનો સામનો કરવો પડ્યો છે. કટ્ટર હરીફ ભારત ઉપરાંત બાબર આઝમની ટીમ ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ જેવી ટીમો સામે પણ હારી છે. આ સાથે જ પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 400 રન બનાવ્યા
આકાશ ચોપડાએ કહ્યું કે, પાકિસ્તાને આ વર્લ્ડકપમાં એક સારી મેચ જીતી છે, એટલે કે ન્યૂઝીલેન્ડ સામે, તે પણ DLCના કારણે જીતી છે જ્યાં તમે પહેલા 400 રન બનાવ્યા હતા. ન તો તમે ભારતને હરાવ્યું, ન તો તમે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડને હરાવ્યું. તમે અફઘાનિસ્તાનને પણ હરાવ્યું નથી. તો આવી સ્થિતિમાં તમે લાયક નથી..


