- અમદાવાદમાં ટ્રાફિકરૂટની જાણકારી
- શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું
- મોટા સેલેબ્રિટીઝ આવશે અમદાવાદ
અમદાવાદમાં વર્લ્ડ કપની ક્રિકેટ મેચને લઈ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાહનો માટે પાર્કિગ પ્લોટ રહેશે. તેમજ સવારથી કેટલાક રૂટની ડાયવર્ટ કરાયા છે, તો કેટલાક રૂટ બંધ કરાયા છે. અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જો કે આ મેચને લઈને અનેક મોટા નેતાઓ, ખુદ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ઓસ્ટ્રેલિયાના પણ પીએમ-ડેપ્યુટી પીએમ સહિતના નેતાઓ અને અનેક બોલીવુડ કલાકારો અને સિંગર્સ જેવા સેલેબ્રિટીઓ પણ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવે તેવી શક્યતાઓ છે. ઉપરાંત આ મેચને લઈને અમદાવાદીઓમાં પણ ક્રિકેટનો હાઈ ફીવર છે. જો કે આ દિવસે મેચ દરમિયાન અમદાવાદમાં ક્રિકેટ રસિયાઓ માટે એક મોટી જાણકારી સામે આવી છે. અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર ટ્રાફિક રૂટમાં મેચને લઈને અમુક બદલાવ કરવામાં આવ્યા છે. જેમાં અમુક રસ્તાઓ બંધ કરી તેના ટ્રાફિકને વૈકલ્પિક રસ્તેથી ડાયવર્ટ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ મેચ દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર આ વ્યવસ્થા સવારના 11.00 વાગ્યાથી લઈને રાત્રિના 12.00 વાગ્યા સુધી અમલમાં રહેશે. એક માહિતી પ્રમાણે
જનપથ ટીથી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ અવર જવર માટે પ્રતિબંધિત તે ડાયવર્ઝન વાળો માર્ગ રહેશે.
જ્યારે કે તેની અવેજીમાં
1. તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
2. કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
આ વ્યવસ્થા તારીખ 19 નવેમ્બર, 2023ના રોજ સવારના 11.00 વાગ્યાથી લઈને રાત્રિના 12.00 વાગ્યા સુધી અમલમાં રહેશે.


