વોશિંગ્ટનમાં યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ ચાલી રહી છે. આ સમિટમાં IBMના અરવિંદ કૃષ્ણા, આદિત્ય બિરલા ગૃપના મંગલમ બિરલા સહિત અન્ય ઘણા ભારતીયો ભાગ લઈ રહ્યા છે. આ તમામને ગ્લોબલ લીડરશીપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ તમામની વચ્ચે અમેરિકાની સેકન્ડ મહિલા અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસની પત્ની ઉષા વેંસે આ શિખર સન્મેલનના મંચ પરથી વડાપ્રધાન મોદીના ઘણા કિસ્સાઓ કહ્યા હતા. આવો તમને જણાવીયે મૂળ ભારતની આ ઉષા વેંસ કોણ છે અને તેણે પીએમ મોદી વિશે શું કહ્યું?
ઉષા વેંસ કોણ છે?
ઉષા વાળા ચિલુકુરી વેંસ વકીલ છે. તેમનો જન્મ 6 જાન્યુઆરી 1986માં સેન ડિએગો, કેલિફોર્નિયામાં થયો હતો. પરંતું તેમની માતા લક્ષ્મી અને પિતા રાધાકૃષ્ણ ભારતના આંધ્રપ્રદેશના રહેવાસી છે. અને વર્ષો પહેલા તેઓ કામના અર્થે અમેરિકા જઈને ત્યાં જ વસી ગયા હતા. તે પોતાના બાળકો સાથે ભારત આવતી રહે છે. હાલમાં જ તેમણે ભારતમનો પ્રવાસ કર્યો હતો. USISPFમાં તેમણે ભારતના અનુભવો શેર કર્યા હતા.
ઉષા વેંસે પીએમ મોદી વિશે કહી આ વાત
ઉષા વેંસે USISPFમાં કહ્યું કે ભારતીઓને તેઓ પોતાના પરિવારની જેમ સમજે છે. તેમણે જણાવ્યું કે હાલમાં જ તે પોતાના બાળકો સાથે પીએમ નિવાસે ગયા હતા ત્યારે તેમની મુલાકાત પધાનમંત્રી મોદી સાથે થઈ હતી. તેમણે આગળ જણાવ્યું કે પીએમ મોદીની સફેદ દાઢી અને વાળ જોઈને તેમના બાળકો તેમને નાના સમજવા લાગ્યા. પીએમ મોદીએ પણ બાળકોને ખૂબ પ્રેમ આપ્યો. તેમણે કહ્યું કે પીએમએ તેમના દિકરાના જન્મદિવસ પર ગિફ્ટ આપ્યું, જેને તેમનો દિકરો હંમેશા યાદ રાખે છે.
ઉષા વેંસે અમેરિકાની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબોટ્સ, જસ્ટિસ બ્રએટ કેવનોગ અને જસ્ટિસ અમૂલ થાપર પાસે કર્લાક તરીકે કામ કર્યું છે. મળતી માહિતી પ્રમાણે તેમણે યેલ યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ તેમણે લો સ્કુલમાંથી કાયદાનું જ્ઞાન મેળવ્યું