- રસ્તો બનાવવા માટે જગ્યા ખુલ્લી કરાઈ
- સ્ટેન્ડમાં વાહનોને પ્રવેશવા માટે રોડ નથી
- રસ્તો બનાવવા માટે સાફ્ સફાઇ હાથ ધરી હતી
ગરબાડા નગરમાં નવાતરિયા ફ્ળિયા પાસે ગરબાડામાં નવીન બસ સ્ટેન્ડ બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા જમીન ફાળવણી કરવામાં આવી છે. પરંતુ આ જમીન પર મોટા પ્રમાણમાં કાંટાળા ઝાડ ઉગી નીકળ્યા છે તેમજ અંદર વાહનોને પ્રવેશ કરવા માટે રોડ પણ નથી.
આ માટે બસ સ્ટેન્ડ મંજૂર કરેલ જમીન પર રોડની કામગીરી શરૂ કરવા માટે ગરબાડા ના સરપંચ અશોકભાઈ રાઠોડ તેમજ મનરેગા શાખાના ટેકનિકલ આસિસ્ટન્ટ જોરજી નીસરતા ની ઉપસ્થિતિમાં મજૂરો તેમજ મશીનથી આ કાંટાળા ઝાડ કાપી દૂર કરી અને રસ્તો બનાવવા માટે સાફ્ સફાઇ હાથ ધરી હતી.
ગરબાડા ના સરપંચ અશોકભાઈ રાઠોડ,મનરેગા એ.પી.ઓ મનીષભાઈ નળવાયા સ્થળ પર હાજર રહી યોગ્ય રીતે કામગીરીકરાવી હતી.


