- સરકારે ખૂબ ગંભીરતાથી ઘટનાને લીધી
- રાજ્ય સરકારે જરૂરી સૂચનાઓ આપવામાં આવી
- ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવા રવાના
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા 15 લોકોએ જીવ ગયા છે. જેમાં 13 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. જ્યારે 10 બાળકો અને 2 શિક્ષકોનો રેકક્યૂ કરાયું છે. આ બોટમાં ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષક સહિત 27 લોકો સવાર હતાં. આ ઘટનાના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે.
આ દુર્ઘટના અંગે CM ભૂપેન્દ્ર પટેલે વડોદરા દુર્ઘટનામાં સંવેદના વ્યક્ત કરી છે. તેમજ નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના છે. બાળકોના પરિવાર પ્રત્યે સંવેદના છે. તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી ચાલુ છે. ભોગ બનનારને રાહત સારવાર માટે સૂચના અપાઈ છે.
જ્યારે દુઃખદ ઘટના અંગે મંત્રી ઋષિકેશ પટેલએ પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે જણાવ્યું કે, ખૂબ જ દુઃખદ ઘટના છે. જે લોકોના મરણ થયેલ છે તેમના પરિવારજનોને સાંત્વના છે. તેમજ આ દુર્ઘટનામાં કસૂરવારો સામે પગલા લેવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું કે, સરકારે ખૂબ ગંભીરતાથી આ ઘટનાને લીધી છે અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
આ ઘટનાને મામલે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું છે કે, જે જવાબદારો છે તેમને છોડવામાં આવશે નહીં. તેમજ સાંત્વના વ્યક્ત કરી છે. સરકારે ખૂબ ગંભીરતાથી આ ઘટનાને લીધી છે અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે


