- રાહુલગાંધીએ શક્તિ પર આપ્યુ છે નિવેદન
- સંબોધન દરમિયાન કહ્યું કે અમે એક શક્તિથી લડી રહ્યા છીએ
- સ્વામી ચક્રપાણિએ રાહુલગાંધી પર તાક્યુ નિશાન
રાહુલગાંધીના શક્તિ વાળા નિવેદન પર ભાજપે આકરુ વલણ અપનાવ્યુ છે. રાહુલ ગાંધીના આ નિવેદનનો ચોમેર વિરોધ થઇ રહ્યો છે. ભાજપથી લઇને સંત સમાજમાં પણ આ મુદ્દે રોષ વ્યાપી ગયો છે. ત્યારે સંત મહાસભાના નેશનલ પ્રેસિડેન્ટ સ્વામી ચક્રપાણિએ રાહુલગાંધીને આડેહાથ લીધા હતા.
શક્તિ સાથે લડે તે મહિષાસુર- સ્વામી ચક્રપાણિ
તેમણે કહ્યું કે જે ‘શક્તિ’ સાથે લડાઇ કરે તેને ‘મહિષાસુર’ કહેવાય છે. રાહુલગાંધીની નિંદા કરતા સ્વામી ચક્રપાણીએ કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાનો પરિચય આપી દીધો છે અને હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે ‘શક્તિ’ સાથે કોણ લડે છે. જે ‘શક્તિ’ સાથે લડે તેને ‘મહિષાસુર’ કહેવાય છે અને તે પોતાને ‘મહિષાસુર’ના વંશજ સાબિત કરે છે. અમે તેમના જેવા લોકોનું સમર્થન કરી શકતા નથી
દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો-સ્વામી ચક્રપાણિ
જેઓ મહિલા શક્તિ સામે લડવાની વાત કરે છે. કમનસીબે, તેમના જેવા લોકો આપણા દેશમાં વિપક્ષના નેતા છે અને તેમના કાર્યોને કારણે તેઓ પતન તરફ જઈ રહ્યા છે. દેવી દુર્ગાએ ‘મહિષાસુર’નો વધ કર્યો અને આ દેશની જનતા ચૂંટણીમાં તેનું અસ્તિત્વ ભૂંસી નાખશે.
રાહુલગાંધી પર વરસ્યા પીએમ મોદી
પીએમ મોદીએ ઇન્ડિ. એલાયન્સને આડેહાથ લેતા જણાવ્યું કે ઇન્ડિ.ગઠબંધને ઘોષણા પત્રમાં કહ્યુ કે અમારી લડાઇ શક્તિના વિરુદ્ધ છે. જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે મારા માટે દરેક મહિલાઓ શક્તિનું રૂપ છે. તેમણે કહ્યું કે હું તમારી શક્તિ રૂપે પૂજા કરુ છું. હું ભારત માતાનો પૂજારી છું અને હું શક્તિ સ્વરૂપા માતા બહેનોનો પૂજારી છું. ઇન્ડિ. એલાયન્સે ઘોષણા પાત્રની જાહેરાત શક્તિને ખતમ કરવા માટે કરી છે. હું આ પડકાર સ્વીકારુ છું. હું શક્તિ સ્વરૂપા માતા બહેનો માટે મારુ આખુ જીવન સમર્પિત કરી દઇશ. ભારતની ધરતી પર શક્તિનો વિનાશ કોઇને મંજૂર નહી. દેશ આખો શક્તિની આરાધના કરે છે. ઉલ્લેખનીય છે કે રાહુલગાંધીએ ગઇકાલે મુંબઇમાં શિવાજી પાર્ક ખાતેથી ઘોષણા પત્ર જાહેર કરવા દરમિયાન કહ્યું હતું કે હિંદુ ધર્મમાં શક્તિ શબ્દ હોય છે અમે એક શક્તિથી લડી રહ્યા છીએ.


