- શહેરના ન્યુ વીઆઈપી રેડ પર પાણીની લાઈનમાં ભંગાણ
- ન્યુ વીઆઈપી રોડ પર ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા
- તંત્રએ સમારકામની કામગીરી દરમિયાન ફરી ભંગાણ થયું
વડોદરા શહેરમાં હજી તો તળાવના પાણીમાં બોટ ડુબી જવાની ઘટનાના પડઘા શાંત થયા નથી ત્યાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી રહી છે. વડોદરા શહેરમાં મ્યુનિસિપલની બેદરકારીથી હજારો ક્યુસેક પાણીનો વેડફાડ જોવા મળ્યો છે. વડોદરા શહેરમાં રોડ પર હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થતાં નાગરિકોએ આંક્રોશ વ્યક્ત કર્યો હતો. વડોદરામાં પીવાનું પાણી રોડ પર વહી જતાં વાહન ચાલકોને પણ હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું.
ન્યુ વીઆઈપી રોડ પર પાણીના ફુવારા ઉડ્યાં
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરમાં આવેલા ન્યુ વીઆઈપી રોડ પર પાણીની લાઈમાં ભંગાણ સર્જાતા પાણીના ફુવારા ઉડ્યાં હતાં. વડોદરા શહેરમાં વહેલી સવારે ન્યુ વીઆઈપી રોડ પર 8 ફુટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યાં હતાં. જેને લઈને તંત્રની બેદરકારી સામે આવી હતી.
સામરકામની કામગીરી દરમિયાન ફરીથી ભંગાણ થયું
વડોદરા મહાનગર પાલિકાની બેદરકારીથી પીવાના પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. પીવાના પાણીનો વેડફાટ કરીને વડાદરા શહેરમાં પાણીની તંગી સર્જાઈ શકે તેમ છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા પાણીના ભંગાણના સામરકામની કામગીરી ચાલુ હતી તે દરમિયાન ફરીથી ભંગાણ થયું હતું.
તંત્ર ક્યારે જાગશે?
મહત્ત્વનું છે કે, હજી તો તંત્રની બેદરકારીથી હરણી તળાવમાં બોટિંગ કરતાં બાળકોની બોટ ડુબી જવાની ઘટનાના પડઘાં શાંત થયાં નથી અને વડોદરા મહાનગર પાલિકા તંત્રની બેદરકારીઓ બંધ થવાનું નામ લેતી નથી. વડોદરા મ્યુનિસિપલ તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું.


