- લાલ સાગરમાંથી પસાર થતાં જહાજો પર વધ્યા હૂતિઓના રોકેટ હુમલા
- હૂતિઓના હુમલા છતાં ભારતની તેલની ખરીદીમાં કોઈ ફેરફાર ન થયો
- ભારત રશિયાથી જરૂરિયાતના કુલ 35% ક્રૂડ ઓઇલની કરે છે આયાત
છેલ્લા કેટલાંક દિવસોથી લાલ સાગરમાંથી પસાર થતાં જહાજો પર હૂતિઓના રોકેટ હુમલા કરવામાં આવી રહ્યા છે. રશિયાથી ભારત આવતા ક્રૂડ ઓઇલના જહાજો લાલ સાગર થઈને ભારત આવતા હોય છે જેના પર પણ હૂતિઓના હુમલાનો ખતરો વધી રહ્યો છે. તેમ છતાં રશિયાથી કાચા તેલની આવક ઓછી નથી થઈ રહી.
ગુરુવારે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લાલ સાગરમાં જહાજો પર હૂતિ વિદ્રોહીઓના હુમલા છતાં ભારતમાં રાશિયલ તેલની માંગ જળવાઈ રહી છે. વૈશ્વિક ઉર્જા પર નજર રાખતી વેબસાઇટ ગ્લોબલ કોમોડિટી ઈન્સાઈટ્સનું કહેવું છે કે હૂતિઓના હુમલા બાદ પણ રશિયાથી ભારતની તેલની ખરીદીમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો.
ભારત રશિયાથી કરે છે 35% ક્રૂડની આયાત
2023ની પહેલી છ મહિનામાં ભારતે રશિયાથી મોટા પ્રમાણમાં તેલની ખરીદી કરી હતી. પરંતુ બાદના મહિનાઓમાં રશિયન તેલની ખરીદી ઘટાડો થયો હતો. પરંતુ હવે ફરીથી રશિયા ભારતનો ટોચનો આયતકર્તા દેશ બની ગયો છે. ભારત રશિયાથી પોતાના વપરાશના લગભગ 35% થી વધુ તેલ રશિયા પાસેથી ખરીદે છે.
4.37 કરોડ બેરલ ક્રૂડ ભારત આવશે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લાલ સાગરમાં જહાજો પર થઈ રહેલા હુમલા છતાં રશિયાથી ભારતના કાચા તેલની આયાતમાં હજુ સુધી કોઈ પ્રભાવ થયો નથી. દરિયામાં હેર-ફેર કરતાં જહાજોના આંકડા અનુસાર, 27 ડિસેમ્બર સુધી રશિયાથી ભારતીય રિફાઇનરીઓ માટે આવી રહેલું કાચું તેલ લાલ સાગર થઈને આવી રહ્યું છે. રશિયાએ દરિયાઈ જહાજોમાં નિકાસ માટે પૂરતા પ્રમાણમાં તેલ એકત્રિત કરી રાખ્યું છે. તેમાંથી 4.37 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ ભારત આવવાનું છે.
ભારત માટે નિર્ધારિત 4.36 કરોડ બેરલ ઓઇલમાંથી 1.92 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ અરબ સાગર, પૂર્વ હિન્દ મહાસાગર અને દક્ષિણ પૂર્વ એશિયામાં છે. જો કોઈ કારણે રશિયન તેલની આયાત બંધ થશે તો ત્યારે ભારતીય રિફાઇનર્સ અને વેપારીઓ આ તેલનો ઉપયોગ કરી શકશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લાલ સાગરમાં જો હૂતિઓના હુમલા વધશે તો પણ ભારતને રશિયન તેલની કોઈ કમી નહિ પડે. અનુમાન છે કે, જો જો રશિયા ભારતને રાહતના દરે તેલ પૂરું પાડે છે તો રશિયાથી ભારતના કાચા તેલની આયાત દેશના કુલ કાચા તેલની આયાતના 35 થી 45%ની વચ્ચે રહી શકે છે.


