- મધ્યપ્રદેશથી વાહનમાં પશુઓને ક્રૂરતાપૂર્વક લઇ જવાતા હતા
- દરેકને રૂપિયા 1 લાખનો દંડ પણ ફટકાર્યો
- અનિલ વીરસિંહ નિનામા તેમજ બન્નાબેન અનિલ નીનામા તેમજ શાહરૂખ ઉર્ફે ફરુક
દાહોદની નામદાર કોર્ટે પશુ ~çરતા અત્યાચાર કેસમાં મધ્યપ્રદેશથી ગેરકાયદેસર રીતે ચાર પશુ કતલખાને લઈ જતાં કેસમાં દંપતિ સહિત ત્રણ વ્યક્તિઓને સાત વર્ષની સજા તેમજ એક લાખ રૂપિયા નો દંડ ફ્ટકારતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આજથી 19 મહિના પહેલા મધ્યપ્રદેશના ડુમરા ધના પંચાયત મોહનપુરા ખાતેના રહેવાસી અનિલ વીરસિંહ નિનામા તેમજ બન્નાબેન અનિલ નીનામા તેમજ શાહરૂખ ઉર્ફે ફરુક કુરેશી રેહ. કાલદાસ માર્ગ જાબુવા ના ગાડીમાં ગેરકાયદેસર રીતે ચાર જેટલી ભેંસોને ઘાસચારા કે પાણીની સુવિધા વગર ~çરતાપૂર્વક બાંધીને દાહોદ તરફ્ આવતા હતા તે દરમિયાન જ પેટ્રોલિંગમાં નીકળેલી રૂલર પોલીસે દાહોદ નજીક પુસરી ગામે હાઈવે પર ઉપરોક્ત ગાડીને થોભાવી તલાસી લેતા તેમાંથી મુશકેટાટ બાંધેલી 60000 કિંમતથી ચાર ભેંસો મળી આવતા પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો ગુનો દાખલ કરી જેલ ભેગા કર્યા હતા. ઉપરોક્ત બનાવ બાદ આ કેસની ચાર્જ સીટ દાહોદની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કેસ દાહોદની નામદાર કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલોને ગ્રાહય રાખી સમાજમાં ન્યાયપાલિકા સામે ઉત્કૃષ્ટ દાખલો બેસે તે હેતુથી ઉપરોક્ત બંને પતિ પત્ની સહિત ત્રણે ઈસમો ને દોશીત ઠેરવી સાત વર્ષની કેદ તેમજ પ્રત્યેકને એક એક લાખ રૂપિયા નો દંડ ફ્ટકારતા કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઈ ગયો હતો.


