- મંગળવારે સ્પેશિયલ સ્ટાફ નોર્થ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટએ એન્કાઉન્ટર કર્યું હતું
- ત્રણેય આરોપીઓ દ્વારા પોલીસ પર 13 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું
- અરબાઝ નામના વ્યક્તિની હત્યાના કેસમાં ત્રણેય આરોપીઓ વોન્ટેડ હતાં
નવી દિલ્હીમાં ત્રણ વોન્ટેડ શાર્પશૂટર્સને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા છે. અરબાઝ નામના વ્યક્તિની હત્યાના કેસમાં વોન્ટેડ ત્રણ ગુનેગારોને મંગળવારે સ્પેશિયલ સ્ટાફ નોર્થ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા છે. ત્રણેય શાર્પશૂટરને પકડવા માટે જ્યોતિ નગરની આંબેડકર કોલેજ પાસે જાળ બિછાવી હતી.
પોલીસે ત્રણેય આરોપીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો
ત્રણેય આરોપીઓ સ્કૂટી પર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના ચેકિંગ માટે રોકવાનો ઈશારો કર્યો પરંતુ તે રોકાવાને બદલે ત્રણેય આરોપીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો. જેને પગલે પોલીસ દ્વારા બચાવમાં ગોળીબારમાં કરવામાં આવ્યો હતો. જેમા ત્રણેય ગુનેગારોને તેમના પગમાં ગોળી વાગી હતી અને ઈજા થઈ હતી.
પોલીસ અને વોન્ટેડ આરોપીઓ વચ્ચે 26 રાઉન્ડ ફાયરિંગ થયું
કુલ 26 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્રણ આરોપીઓ દ્વારા 13 ફાયરિંગ કરવામાં આવ્યા હતા, જ્યારે 13 પોલીસ ટીમ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યા હતા. ડીસીપી નોર્થ ઈસ્ટ ડૉ. જોય તિર્કીના જણાવ્યા મુજબ ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતી સ્કૂટી ઓગસ્ટ 2023માં પોલીસ સ્ટેશન હઝરત નિઝામુદ્દીનમાંથી ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
આ મામલે વધુ તાપસ ચાલી રહી છે
ડીસીપી તિર્કીએ વધુમાં જણાવ્યું કે, ત્રણ આરોપીઓ 22 વર્ષીય આરીફ ઉર્ફે ખાલિદ, 23 વર્ષીય અલી ઉર્ફે ફહાદ અને 22 વર્ષીય અલ શેહજાન ઉર્ફે તોતા હતા. આ કેસમાં બાકીના આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.


