By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    18 minutes ago
    Venkatesh Iyer: IPL Auction પહેલા જ વેંકટેશ અય્યરે કર્યો ધમાકો, SMAT માં રમી શાનદાર ઇનિંગ્સ
    Venkatesh Iyer: IPL Auction પહેલા જ વેંકટેશ અય્યરે કર્યો ધમાકો, SMAT માં રમી શાનદાર ઇનિંગ્સ
    1 hour ago
    IPL Auction 2026 Live : આ 5  જાણીતા યુવા ખેલાડીઓ પર થઈ શકે છે કરોડો રૂપિયાનો વરસાદ
    IPL Auction 2026 Live : આ 5 જાણીતા યુવા ખેલાડીઓ પર થઈ શકે છે કરોડો રૂપિયાનો વરસાદ
    2 hours ago
    IPL 2026 Auction : મીની ઓક્શનને લઈને ખેલાડીઓમાં રોમાંચ, જાણો IPLની Inside Story
    IPL 2026 Auction : મીની ઓક્શનને લઈને ખેલાડીઓમાં રોમાંચ, જાણો IPLની Inside Story
    4 hours ago
    IPL 2026 મીની ઓકશનમાં 10 ટીમો 77 ખેલાડીઓ માટે લગાવશે બોલી, આ યુવા ખેલાડીઓનું ચમકશે નસીબ, જાણો ભારતના કયા ખેલાડીઓ છે સામેલ
    IPL 2026 મીની ઓકશનમાં 10 ટીમો 77 ખેલાડીઓ માટે લગાવશે બોલી, આ યુવા ખેલાડીઓનું ચમકશે નસીબ, જાણો ભારતના કયા ખેલાડીઓ છે સામેલ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ઠગ્સ ઓફ રાજકોટ : શિકારી ખુદ શિકાર બન ગયા….
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વિશેષ

ઠગ્સ ઓફ રાજકોટ : શિકારી ખુદ શિકાર બન ગયા….

agragujaratnews
Last updated: 2024/02/19 at 7:54 PM
2 years ago
Share
ઠગ્સ ઓફ રાજકોટ : શિકારી ખુદ શિકાર બન ગયા….
SHARE

ઠગ્સ ઓફ લાહોર એવો શબ્દ જાણીતો છે. પરંતુ રાજકોટમાં પોલીસ ચોપડે ફરિયાદ પણ ન થઇ શકે એવી ઠગાઇ અને ગાળિયા નાંખનારાઓની ટોળકી છે. જેને ગ્રુપ કહી શકાય.કયારેક એ કલબનું સ્વરૂપ લઇ લ્યે.કયારેક સેવા સંસ્થાનો ઓઠો લઇ લ્યે. કયારેક સમાજ સેવક તો કયારેક બિઝનેશમેન થઇ જાય.તેમનું મુખ્ય કામ પાવરબ્રોકીંગ છે. જેને ચોકકસ  ભાષામાં દલાલી પણ કહિ શકાય. એનામાં ગજબની કાંચીડા વૃતિ આવી જાય છે. કયારેક નેતા બની જાય તો તેમનો ઠસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. આવા લોકો એક બાબતમાં માસ્ટર હોય છે ઠગાઇમાં. ઠગાઇ એ એવી ચતુરાઇ છે જેમાં ક્રાઇમને વ્યહવારિકતાનું ફિકશન અપાય છે. કાનુની રીતે એ બિઝનેશ પણ કહિ શકાય. કાનુની રીતે બે વ્યકિતઓની આપસની ગરજમાં થયેલા મૌખિક કે વણલિખિત કરારો છે. જેમાં  બન્ને વ્યકિત એક બીજાની મદદથી કંઇક મેળવી લેવાની લાલચમાં એક – મેક સાથે બિઝનેશથી જોડાય છે.

 લોભે લખ્ખણ જાય એ કહેવત અહિં બરાબર બંધ બેસે છે.  બિઝનેશની જરૂરિયાત માટે બન્ને સામાજીક સબંધો બાંધે છે. તેને રૂપાળા નામ આપે છે.ભોળા લોકો બન્નેના સબંધથી અંજાઇ જાય છે. લાલચુઓની ટોળી પણ આવા લોકોના ખેલમાં ફસાઇ જાય છે. ખેલ આગળ વધે છે. બન્ને કમાય છે. બન્નેની કમાણીથી બન્નેનો વિકાસ થાય છે. કોઇને પૈસા મળે છે. કોઇને સ્ટેજ મળે છે. કોઇની જરૂરિયાતો સંતોષાય છે.બન્નેના મોજ-શોખ પુરા થાય છે. સામાજીક નામના થાય છે. અહીંથી કહાની ટવીસ્ટ લ્યે છે. જે વ્યકિતએ ગુરુ તરીકે જે પાર્ટનરને સ્વીકાર્યા હતાં તેના કારણે અથવા તેની સીડી ચઢી નંબર ટુ  તરીકે વિકસેલા વ્યકિતને નંબર વન થવાની એષણા જાગી. તેમની ઔકાત સમજ્યા વગર નંબર વનને કરેલી સહાય અંદાજે રૂપિયા બે કરોડથી વધુની રકમ નંબર વન પાસેથી પરત માંગી. તમે તેને લોન કહિ શકો.વ્યહવારીક ભાષામાં હાથ ઉછીના પૈસા હતાં. લેનાર નેતાને ખબર હતી કે એ લોન નથી. દેનારને એમ હતું કે લોન છે. અહિંથી કહાનીમાં ટવીસ્ટ આવે છે. ભરોસાના વ્યહવારમાં ઠગાઇ ભળે છે.નંબર ટુએ નંબર વનને આપેલી રકમ પરત માંગે છે. ઉઘરાણી વધુ કડક થતાં નંબર વન હાથ ઉંચા કરી દયે છે.શિકારી ખુદ શિકાર હો ગયા. એ બોલતાં નથી પણ એમ કહે છે કે તમે મારા નામ અને મારી મદદથી બગડમ કલબ ઉભી કરી ઠેલાવાળા તરીકે ખુબ નામના કમાયા. ડાયસ ઉપર ગેસ્ટને બેસાડવાના પૈસા લીધા.હું કંઇ બોલ્યો ? તમે ડોનેશનના નામે ઘણા ઉઘરાણા કર્યા હું કંઇ બોલ્યો ? તમે વ્યાજ વટાવનું કામ  કરો છો હું કાંઇ બોલ્યો ?.સેવામાંથી વ્યાજ વટાવનો ધંધો કરવાની તાકાત તમારામાં કયાંથી આવી ? મારા થકી. તો આવી નાની રકમ માંગવાની ન હોય. તમે ઘરની વાત બહાર વહેતી મૂકી છે.ઘરના લુગડાં બહાર ન ધોવાય. મેલ તમારો પણ બહાર આવશે. તમે રાજકારણના કાચા ખેલાડી છો. સેવાની વાતોથી બગડમ કલબ ચલાવો. એવો સંદેશો નંબર વને નંબર ટુ ને વગર બોલ્યે મભમમાં આપી દીધો છે. પેલી રકમ તો હવે અદ્રશ્ય થઇ ગઇ છે. નંબર ટુ હવે ચોરની મા કોઠીમાં મોઢુ નાંખી રડે તેમ રડે છે. છાને ખુણે પોતાના પૈસા કઢાવી દેવા મદદ પણ માંગે છે. પરંતુ તૈયારી અલી તરીકે જાણીતા આ ભાઇના ઠેલા કયાંય લાગતાં નથી.  મસાણે ગયેલા લાકડાં પાછા આવતાં નથી. રાજકોટમાં ઘણા ઘણા ઠગ છે. રાજકોટમાં કેટલાક મોટા સ્થાને બેઠેલા ઠગ પણ છે. મનપાના એક પૂર્વ પદાધિકારીએ તેના પાર્ટનરને ઝેર પીવા માટે મજબુ કર્યો હતો.આર્થિક રીતે એવો ગાળિયામાં લઇ લીધો હતો કે વ્યાજના ભારણમાં આ ભાઇ પતી જવાની તૈયારીમાં હતાં.અંતે ભોગ બનનાર આ ભાઇએ ઝેર પીધુ હતું. સદનસીબે બચી ગયા. બાદમાં પેલા રાજકારણીનો ફજેતો થયો. વધુ ફજેતો ન થાય એ માટે રાજકોટના કેટલાક પાવર બ્રોકર આ મામલામાં નેતા તરીકે સમાધાન કરાવવા આવ્યા. છાને ખુણે આ પ્રકરણ પતી ગયુ. પોલીસ ચોપડે ચડી ન શકે એવી ઠગાઇની અનેક કહાનીઓ રાજકોટમાં ધરબાયેલી પડી છે. પેલી કહેવત છે ને લાંબા જોડે ટુંકો જાય મરે નહિ તો માંદો પડે. એવી હાલત મોટા નામ અને ઝાકઝમાળથી અંજાઇને ફસાનારની થાય છે. કયારેક મોટા પ્રોજેકટમાં ફસાઇ જનાર ડાઇંગ ડેકલેરેશન જેવી ચીઠ્ઠી લખીને આપઘાત પણ કરે છે. થોડો સમય માટે શહેરમાં કરૂણા અને અરેરાટીનું મોજુ ફેલાય છે. ફરી બધા રૂટીનમાં આવી જાય છે. રાજકોટ તેના ઉદ્યમ માટે જાણીતું છે તો તેના ઠગ્સનો જો અપાય તો દેશમાં રાજકોટના ઠગને ચોકકસ મળવા પાત્ર થાય.આવ ઠગને ગીન્નેશ બુકમાં પણ ચોકકસ સ્થાન મળે. રાજકોટમાં મોટા મોટા લોકો સાથે ઉઠબેસ કરી તેમનું પારવ બ્રોકીંગ કરનારા અનેક પાટીયા સંસ્થાઓ પણ ચલાવે છે. જેનો અખબારોમાં પણ મોટો દબદબો છે.જેને બૌધિક લોકો કોસ્મેટિક બિઝનેશ કહે છે. આપણે દેખાડા માટેની સંસ્થા કહિશુ.  ખાસ કરીને નવી નવી મોડસ ઓપરેન્ડી માટે તો ચોકકસ આ ઠગ્સને એવોર્ડ મળે. રાજકોટની હવામાં ઠગાઇ છે. બે દાયકા પહેલાં સામાન્ય નોકરી કરતાં કેટલાંક ઠગ સ્કુટરમાંથી બે કરોડની કારમાં રોલાં પાડતાં થઇ ગયા છે. રાજકોટમાં તમે કંઇ પણ પ્રગતિ કરો, તમારા જુવાન છોકરા છોકરીઓ કોઇ પણ પ્રવૃતિમાં જોડાય તો સાવધાન રહશો. એ તમારી જરૂરિયાત સમજીને બરાબરના ઉઠા ભણાવશે. કેટલાક બંગલાઓ ઉપર બોર્ડ માર્યુ હોય છે. બિવેર ઓફ ડોગ્સ. કુતરું તો માત્ર બટકુ ભરીને મૂકી દેશે. પણ આ ઠગ લોકો તમારુ લોહિ ચુસી લેશે. તેમની પહોંચ એટલી મોટી હોય છે કે તમે તેને પહોંચી નહિ શકો. આવા લોકોથી બચવાનો ઉપાય એક જ છે. તેમનાથી દૂર રહેવુ. તમારા પરિવારના સભ્યોને પણ દૂર રાખવા.ઠગ્સ ઓફ રાજકોટની વધુ કહાની ફરી કયારેક.

You Might Also Like

Silence !!! કોર્ટ ચાલુ છે!… કલાકારો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે

કરોડરજ્જુ તથા મગજની શ્રેષ્ઠ સારવાર આપતું સરનામું એટલે સવા આયુષ હોસ્પિટલ

કચ્છના કથાનક સાથેની ફિલ્મ ‘રણભૂમિ’ કાલે રિલીઝ

રાજકોટમાં ગટરના પાણીમાંથી ક્રિકેટ સ્ટેડિયમનું મેદાન હરિયાળું રહે છે

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં માનવ મહેરામણ ઉમટ્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Vinesh Phogatની મોટી જાહેરાત કરી,સંન્યાસ પર લીધો યુ-ટર્ન, ઓલિમ્પિકમાં ફરી લેશે ભાગ
સ્પોર્ટ્સ

Vinesh Phogatની મોટી જાહેરાત કરી,સંન્યાસ પર લીધો યુ-ટર્ન, ઓલિમ્પિકમાં ફરી લેશે ભાગ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
Ahmedabad:મેમ્કો પાસે પાંચ શખ્સોએ ટ્રાવેલ્સ ઓફિસમાં તોડફોડ કરી વેપારી અને તેના પુત્રને ફટકાર્યા
Banaskantha News : ડીસા-રાધનપુર હાઇવે પર ભયાનક અકસ્માત, ઊભેલા ટ્રક પાછળ અન્ય ટ્રક ધડાકાભેર ઘૂસતા 2 વ્યક્તિનાં મોત…
Maharashtra : BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીની તારીખો જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન અને 16 જાન્યુઆરીએ પરિણામો
Sports News : ક્રિકેટ જગતમાં ખળભળાટ, પુડુચેરીમાં અન્ડર-19ના ખેલાડીઓએ મુખ્ય કોચ પર ગંભીર હુમલો કર્યો, BCCIએ તપાસના આદેશ આપ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?