- સુરતમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશનું પત્તુ કપાવુ નક્કી
- સાબરકાંઠા બેઠક પર બે ક્ષત્રિય ઉમેદવારો મેદાને હોઈ શકે છે
- ભાવનગરમાં ભાજપ અને આપ ગઠબંધન વચ્ચે ટક્કર થશે
લોકસભાની ચૂંટણી માટે ટિકિટ વહેંચણી શરૂ થઇ ગઇ છે. ત્યારે સુરતમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશનું પત્તુ કપાવુ નક્કી છે. જેમાં ભાજપ અહીંયા નવા મહિલા ચહેરાને મેદાને ઉતારી શકે છે. પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. તેમજ કોંગ્રેસ દર્શન નાયકને ટિકિટ આપી શકે છે.
ભાવનગરમાં ભાજપ અને આપ ગઠબંધન વચ્ચે ટક્કર થશે
ભાવનગરમાં ભાજપ અને આપ ગઠબંધન વચ્ચે ટક્કર થશે. તેમાં ભાજપ ભારતીબેન સિયાળની ટિકિટ કાપે તેવી પૂરી શક્યતા છે. જેમાં ભાવનગરમાં ભાજપ ભાવના મકવાણાને મેદાને ઉતારી શકે છે. તેમાં ઉમેશ મકવાણા અને ભાવના મકવાણા વચ્ચે જંગ થઈ શકે છે. તેમજ વડોદરા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ થશે. ભાજપમાંથી ડો. વિજય શાહ પ્રબળ દાવેદાર છે. કોંગ્રેસમાંથી સત્યજીત ગાયકવાડ ઉમેદવાર હોઈ શકે છે.
સાબરકાંઠા બેઠક પર બે ક્ષત્રિય ઉમેદવારો મેદાને હોઈ શકે છે
સાબરકાંઠા બેઠક પર બે ક્ષત્રિય ઉમેદવારો મેદાને હોઈ શકે છે. જેમાં ભાજપ કૌશલ કુવરબાને ટિકિટ આપી શકે છે. તથા કોંગ્રેસમાંથી રાજેન્દ્રસિંહ કુંપાવત ઉમેદવાર હોઈ શકે છે. તેમજ જૂનાગઢ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થશે. ભાજપ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા ઉમેદવાર હોઈ શકે છે. તથા કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાને ટિકિટ આપી શકે છે. તથા કોંગ્રેસમાંથી ચુડાસમા સાથે હિરા જોટવા પણ પ્રબળ દાવેદાર છે.
મહેસાણામાં ભાજપ નવા નામ સાથે ચોંકાવી શકે છે
મહેસાણામાં ભાજપ નવા નામ સાથે ચોંકાવી શકે છે. તેમાં વર્તમાન સાંસદ શારદાબેનનું પત્તુ કપાઈ શકે છે. મહેસાણામાં ભાજપ પાટીદાર ચહેરાને ટિકિટ આપી શકે છે. મહેસાણામાં ભાજપ કે.સી.પટેલને ટિકિટ આપે તેવી શક્યતા છે. તથા કોંગ્રેસ પૂર્વ શહેર પ્રમુખ મેઘા પટેલને ટિકિટ આપી શકે છે.


