- મીઠાના પાણીના કોગળા કરવાથી ખાંસીમાં મળશે રાહત
- આદુ એન્ટી માઈક્રોબિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે
- મધના સેવનથી ખાંસી છૂમંતર થાય છે
ભારતમાં તમામ જગ્યાઓએ હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. જેના કારણે ઘરમાં રહેતા અને ઘરની બહાર રહેતા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. ખાંસી-શરદી અને ગળામાં ખરાશની સમસ્યાને દૂર કરવા માટે સૂકી ખાંસીની તકલીફ વધે છે. રાતે સૂતા પહેલા સૌથી વધારે સમસ્યા રહે છે. આ સમયે સૌથી વધારે ખાંસી આવે છે અને સાથે તેના કારણે પેટની નળીઓ દર્દ કરવા લાગે છે. જો તમે લાંબા સમયથી ખાંસીથી પરેશાન છો તો તમે કેટલાક રામબાણ ઉપાયો કરી શકો છો. જેના ઉપયોગથી ખાંસી ભાગી જાય છે. તો જાણો કયા ઉપાયોથી રાહત મળશે.
ખાંસી દૂર કરવામાં મદદરૂપ થશે રસોઈની આ વસ્તુઓ
આદુ
આદુ એન્ટી માઈક્રોબિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે. ખાંસીથી રાહત મેળવવામાં તેને કારગર માનવામાં આવે છે. આદુના સેવનથી ગળાની ખરાશ અને દર્દ દૂર થાય છે તો સાથે આદુનો એક ટુકડો કૂટીને તેમાં એક ચપટી મીઠું મિક્સ કરીને ચૂસવામાં આવે તો પણ ખાંસી આવવી બંધ થઈ જાય છે.
મધ
મધના સેવનથી ખાંસી છૂમંતર થાય છે. ગળાના ઈન્ફેક્શનને દૂર કરવા માટે ખાંસીથી રાહત અપાવવામાં તે મદદરૂપ છે. એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને દિવસમાં 2 વાર તેનું સેવન કરવાથી ખાંસીથી રાહત મળી શકે છે.
ફૂદીનો
શરદી-ખાંસીની સમસ્યા દૂર કરવામાં ફૂદીનો કારગર સાબિત થઈ શકે છે. તેમાં મેન્થોલ મળે છે જે ગળાની નસોને આરામ આપે છે. તેના સેવનથી ખાંસી અને ગળાની ખરાશ જલ્દી ખતમ થઈ શકે છે. દિવસમાં ઓછામાં ઓછું 2-3 વાર ફૂદીનાની ચા કે ગરમ પાણીમાં ફૂદીનાના તેલના ટીપાં નાંખીને નાસ લેવાથી આરામ મળે છે.
હળદર
શરદી-ખાંસીની સમસ્યાથી રાહત અપાવવામાં હળદર અસરકારક રહે છે. તેમાં મળનારા એન્ટીઓક્સીડન્ટ અને એન્ટી બેક્ટેરીયલ ગુણ ખાંસી અને ગળાના ઈન્ફેક્શનને દૂર કરીને રાહત આપવાનું કામ કરે છે. ખાંસીની સમસ્યામાં રોજ રાતે 1 ગ્લાસ હળદરવાળું હૂંફાળું દૂધ પીવાથી રાહત મળશે.
મીઠાનું પાણી
ખાંસીની સમસ્યાથી આરામ મેળવવા માટે મીઠાના પાણીના કોગળા કરો. મીઠું ફેફસા અને શ્વાસનળીને સાફ કરવાનું કામ કરે છે. તેનાથી ખાંસી, ગળાની ખરાશ અને છાતીમાં જમા કફ દૂર થાય છે. એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું મિક્સ કરો અને તેનાથી દિવસમાં 2-3 વાર કોગળા કરો. આમ કરવાથી રાહત મળશે.