- બ્રેકફાસ્ટમાં દૂધ, કુટ્ટુનો ઉપમા, ફળનું કરો સેવન
- લંચમાં કુટ્ટુની ખીચડી સાથે દૂધી અને પનીર લેવું લાભદાયી
- રાતના સમયેખીર, ફળનું સેવન સારું રહેશે
નવરાત્રિની ભકિતમાં આખો દેશ ઝૂમી રહ્યો છે ત્યારે માતા રાણીની પૂજા અને અર્ચનાની સાથે ભક્તોના ઉપવાસ પણ શરૂ થયા છે. 9 દિવસ સુધી ભક્તો માતાજીના ઉપવાસ કરે છે અને આ સમયે ફળાહાર અને ડાયટનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો આ સમયે તમે વ્રત કરો છો અને સાથે વજન ઉતારવા ઈચ્છો છો તો તમે યોગ્ય સમયે યોગ્ય ફૂડ લો. ફળાહારમાં ખાસ કરીને ફળ સામેલ હોય છે. આ સિવાય મોરૈયો, સાબુદાાણા, શિંગોડાનો લોટ, રાજગરાનો લેટ, શિંગ, પનીર અને દૂધની વાનગીઓનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુના સેવનની સાથે ધ્યાન રાખો કે તમારે ક્યારે શું ખાવું જેથી તમારું વજન વધે નહીં અને સાથે તમારો સ્ટેમિના પણ જળવાઈ રહે.
સાબુદાણાની ખીચડી ખાવી કે નહીં
નવરાત્રિમાં એક ઈંચ પણ વજન ન વધે તે માટે કેટલીક ડાયટ ટિપ્સનું ધ્યાન રાખી લેવું જોઈએ. સાબુદાણાની ખીચડી પચવામાં ભારે હોય છે. આ સમયે કેલેરીનું પ્રમાણ પણ વધે છે. જો તમે તેનું સેવન ન કરો તો તે સારું રહેશે. મસાલાની સાથે બાફેલા બટાકા અને સાથે અળવીનું સેવન પણ લાભદાયી છે. આ માટે તેને અવોઈડ કરવાનું લાભદાયી રહી શકે છે.
નવરાત્રિમાં ફળાહાર કેવો હોવો જોઈએ.
બ્રેકફાસ્ટ
એક વાટકી મલાઈ વાળા દહીંની સાથે કુટ્ટુનો ઉપમા કે રાજગરાની રોટલીનું સેવન કરી શકાય છે. આ સાથે સ્કીમ્ડ દૂધની સાથે ઓછી ખાંડ અને હાઈ ફાઈબરના ફળનું સેવન પણ હેલ્થ માટે સારું રહેશે.
લંચમાં ફળાહાર
આ સમયે તમે કુટ્ટુની ખીચડીની સાથે દૂધીનું શાક અને સ્કીમ્ડ મિલ્ક પનીરનું સેવન કરી શકો છો.
સાંજના સમયે ફળાહાર
થોડા સ્કીમ્ડ દહીં કે દૂધની સાથે મિક્સ નટ્સ જેવા કે બદામ, અખરોટ અને શિંગનું સેવન કરવું જોઈએ.
રાતે શું ખાવું
એક વાટકી સ્કીમ્ડ પનીર, રાજગરાની રોટલી અને દૂધીનું રાયતું સારું માનવામાં આવે છે. દૂધ અને ખાંડને બદલે સ્કીમ્ડ મિલ્ક અને સ્ટીવિયા સારા માનવામાં આવે છે. દૂધી કે કુટ્ટુની ખીર કે હલવો પણ સારો ઓપ્શન બની શકે છે. સ્વાદ વધારવા માટે ખાંડને બદલે ગોળના પાવડરનો ફળાહારમાં ઉપયોગ કરી શકાય છે.
આ રીતે બનાવો નવરાત્રિમાં ફળાહાર
- કોઈ પણ ફરાળી વાનગીને તેલને બદલે સ્ટીમમાં ચઢવો.
- ખાંડને બદલે તેના અન્ય વિકલ્પ પર ધ્યાન આપો.
- સાબુદાણા, મખાણા અને અળવી જેવા ફૂડ્સમાં કેલેરી વધુ હોવાથી તે ઓછા ખાઓ.
- સૂકા મેવાને બદલે ફળોનું સેવન વધારે સારું રહેશે.
- સ્કીમ્ડ ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો.
- વ્રતના સમયે દિવસ ભર વધારે પ્રમાણમાં પોતાને હાઈડ્રેટ રાખો.