મેથી આપણા ભારતીય રસોડામાં એક મહત્વપૂર્ણ મસાલો છે, જે ફક્ત ખોરાકનો સ્વાદ જ નહીં પણ ઘણા ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. આયુર્વેદમાં તેને એક શક્તિશાળી ઔષધિ તરીકે પણ જોવામાં આવે છે. દરરોજ સવારે ખાલી પેટે મેથીનું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે
મેથી પાણીના સેવનના ફાયદા
મેથીમાં ભૂખને કંટ્રોલ કરતું galactomannan નામનું પોલિસેકરાઇડ રહેલુ છે. આ ઉપરાંત તેમાં ફાઇબર, એન્ટીઑકિસડન્ટ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. મેથીમાં લગભગ 70 થી 75 ટકા દ્રાવ્ય ફાઇબર રહેલું હોવાથી પાચનતંત્રને સુધારે છે. મેથીમાં રહેલા આ પોષક તત્વોના કારણે કબજિયાત, અપચો અને ગેસની સમસ્યાઓ દૂર થાય છે તેમજ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
મેથીના પાણી માટે આ નિશ્ચિત માપ
દરરોજ મેથીનું પાણી સેવન કરવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે. પરંતુ જો તે યોગ્ય માત્રામાં લેવામાં આવે તો જ આ લાભ અસરકારક રહે છે. આ પાણી બનાવવાનું એક ચોક્કસ માપ છે જો તમે આ પાણીના સારા સ્વાસ્થ્ય લાભ લેવા માગતા હોવ તો આ પ્રકારના નિશ્ચિત માપ સાથે મેથીનું પાણી બનાવો. આ પાણી બનાવવા તમે 1-2 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. તમે સવાર ઉઠો કે તરત જ બેડ ડી અને સાદા પાણીના બદલે નયણાં કોઠે આ પાણીને ગાળીને સવારે ખાલી પેટ પીવો. જો તમને મેથીનો સ્વાદ કડવો લાગતો હોય તો તેમાં લીંબુનો રસ અથવા મધ ઉમેરી શકો છો.
આ લોકોએ મેથીના પાણીનું સેવન ટાળવું
મેથીનું પાણી મર્યાદિત માત્રામાં પીવામાં આવે તો જ લાભકારક સાબિત થાય છે. તંદુરસ્ત સ્વાસ્થ્યની લાલચમાં જો તમે દરરોજ 1 ગ્લાસ કરતા વધુ પાણી પીશો તો પેટમાં બળતરા અથવા ઝાડા પણ થઈ શકે છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગની દવાઓ લેતા હોય તેમણે ડૉક્ટરના સૂચન બાદ જ આ પાણીનું સેવન કરવું. આ ઉપરાંત જે લોકોને એલર્જી થતી હોય તેમણે મેથીના પાણીનું સેવન ના કરવું. અથવા જો આ પાણીના સેવન કરવાથી તમને પેટમાં દુખાવો, ઝાડા અથવા ચક્કર જેવા લક્ષણો દેખાય તો તરત તેનું સેવન બંધ કરી દો.