વરસાદી સિઝનમાં વાદળછાયા વાતાવરણના કારણે સૂર્યપ્રકાશની ગેરહાજરી વધુ રહે છે. સૂર્ય પ્રકાશ વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. શરીર તંદુરસ્ત રાખવા Vitamin D આવશ્યક પોષક તત્વ માનવામાં આવે છે. Vitamin D એ ચરબીમાં દ્રાવ્ય છે એટલે કે ચરબીમાં રહેલું છે. Vitamin D શરીરમાં હાડકાના વિકાસ માટે તેમજ આપણી રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે અત્યંત જરૂરી છે.
વિટામિન ડીનો કુદરતી સ્ત્રોત સૂર્યપ્રકાશ
શરીર સ્વસ્થ રાખવા Vitamin D ખુબ જ મહત્વનું વિટામિન છે. આપણે રોજિંદી દિનચર્યામાં જે ખોરાકનું સેવન કરીએ છીએ તેમાંથી મળતા વધારાના કેલ્શ્યિમને વિટામિન ડી લોહીના પ્રવાહમાં વહેંચી નાખવાનું કામ કરે છે. આમ,Vitamin D એ ચરબીમાં દ્રાવ્ય હોવાનું કહેવાય છે. દરરોજ વહેલી સવારે સૂર્યપ્રકાશના કોમળ કિરણો શરીરના સંપર્કમાં આવવાથી આપણને કુદરતી રીતે વિટામિન ડી મળે છે. આ ઉપરાંત દૂધ, ફોર્ટિફાઇડ ડેરી સહિતની ફૂડ પ્રોડક્ટ્સમાં Vitamin D મળે છે. સુર્યપ્રકાશ એ વિટામિન ડીનો મુખ્યસ્ત્રોત છે. કારણ કે આપણી ત્વચામાં એક પ્રકારનું સંયોજન છે જે વિટામિન ડી તરીકે કાર્ય કરે છે. જ્યારે આ સંયોજન સૂર્યમાંથી નીકળતા યુવી-બી કિરણોત્સર્ગના સંપર્કમાં આવે છે, ત્યારે તે આપણા શરીરમાં વિટામિન ડી બની જાય છે.
Vitamin Dની ઉણપથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા
Vitamin Dની ઉણપથી હૃદયની વિકૃતિઓ, સંધિવા, હાયપરટેન્શન, ડાયાબિટીસ અને કેન્સર જેવી અનેક સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ ઊભી થાય છે. આ પ્રકારની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી દૂર રહેવા આપણે વરસાદની સિઝનમાં સપ્લીમેન્ટની મદદ લેવા આ ઉપચાર કરી વિટામિન ડી મેળવી શકીએ છીએ. વિટામીન ડીની ઉણપના કારણે થાક અને નબળાઈ લાગવા તેમજ નાનાં બાળકોમાં સુક્તાન (હાડકા પોચાં અને વિકૃત થવા) તેમજ પુખ્ત વયમાં ઓસ્ટીયોપોરોસિસ જેવી ગંભીર સમસ્યા જોવા મળે છે.
Vitamin Dની ઉણપ દૂર કરવાના સ્ત્રોત
ચરબીવાળી માછલીઓ અને સીફૂડ Vitamin Dના સૌથી સમૃદ્ધ કુદરતી સ્ત્રોતોમાંના એક છે. હકીકતમાં, 85 ગ્રામ સૅલ્મોન માછલી 570 IU સુધી વિટામિન ડી આપી શકે છે, જે એક સ્વસ્થ પુખ્ત વયના વ્યક્તિ માટે 600 IU ની દૈનિક જરૂરિયાતની નજીક છે. મશરૂમ વિટામિન ડીનો સારો સ્ત્રોત પણ છે અને શાકાહારી પણ છે. વિટામિન ડીની માત્રા મશરૂમના પ્રકાર પર આધાર રાખે છે. ઈંડાની જરદી એ Vitamin Dનો બીજો સ્ત્રોત છે જેને તમે તમારા રોજિંદા જીવનમાં સરળતાથી સામેલ કરી શકો છો. અન્ય સ્ત્રોતોની જેમ, વિવિધ ઈંડાની જરદીમાં વિટામિન ડીનું પ્રમાણ પણ બદલાય છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.