રાજકોટમાં કાલે તિરંગા યાત્રા
સમગ્ર દેશમાં હાલ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ચાલી રહ્યો છે ત્યારે આ વખતે રાજકોટમાં ૧૫ ઓગસ્ટની ઉજવણી અનોખા અંદાજ સાથે કરવાની લાગણી સાથે રાજ્ય સરકારના કાર્યક્રમ અંતર્ગત મહાનગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન દ્વારા આવતીકાલે શનિવારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાઆવ્યુ છે. ૯ વાગ્યે બહુમાળી ભવન ચોકમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફૂલહાર કરીને પ્રસ્થાન થશે. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત વિવિધ મંત્રીઓ અને ધારાસભ્યો આ યાત્રામાં જોડાશે. યાત્રા અંગે માહિતી આપવા ગુજરાત ભાજપના મહામંત્રી ડો.ભરત બોઘરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કહ્યુ હતુ કે, રાજકોટમાં તિરંગા યાત્રાને લઇને રાષ્ટ્રભાવનની એક અનોખી લહેર ફરી વળી છે. યાત્રામાં એક લાખથી વધુ લોકોને જોડવા માટે સફળ પ્રયાસ કરવામા આવ્યો છે.
આવતીકાલે શનિવારે સવારે ૯ વાગ્યે બહુમાળી ભવન ખાતેથી પ્રસ્થાન થનાર તિરંગા યાત્રા સમગ્ર રેસકોર્સ રિંગરોડ થઇને જ્યુબિલી બાગ ખાતે પૂ.મહાત્મા ગાંધીની પ્રતિમાએ સમાપન થશે. યાત્રાના રૂટ પર વિવિધ ગ્રુપ દ્વાર બેન્ડ પર રાષ્ટ્રગીત તેમજ કલોકારો દ્વારા દેશભાવનાને ઉજાગર કરતી કૃતિ રજૂ કરવામા આવશે. યાત્રાની માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત ભાજપના મહામંત્રી ડો.ભરત બોઘરા, મેયર નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશભાઇ ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ, મનપાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, રાજુભાઇ ધ્રુવ, શહેર ભાજપના મધ્યસ્થ કાર્યાલયના મંત્રી હરેશભાઇ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ડો.ભરત બોઘરાએ જણાવ્યુ હતુ કે, આ યાત્રા ભાજપની નથી. આ યાત્રા ગુજરાત સરકાર આયોજીત છે. દેશ આજે જ્યારે આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં દેશભક્તિનો એક જુવાળ જાગે તેના ભાગરૂપ રાજકોટમાં રાજ્ય સરકારના કાર્યક્રમના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા આ સુંદર આયોજન કરવામા આવ્યુ છે. જેમા રાજકોટની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિ સંગઠનો, વેપારી સંગઠનો, એન.જી.ઓ., અન્ય સામાજિક સંસ્થાઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં સ્વયંભૂ જોડાવાના છે. યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાય તેવો પ્રયાસ કરવામા આવ્યો છે. રાજકોટની આ તિરંગા યાત્રા ઐતિહાસિક બની રહેશે..
સવારે ૯ વાગ્યે બહુમાળી ભવન ચોકથી સમગ્ર રેસકોર્સ રિંગરોડ થઇ જ્યુબિલી ચોકમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે સમાપન થશે
કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકીય છે : ડો.બોઘરા
કોંગ્રેસની ન્યાય યાત્રા પણ આજે મોરબીથી શરૂ થઇ છે. ૧3 દિવસ સુધી અને 3૦૦ કિલોમીટર આ યાત્રા ફરવાની છે ત્યારે તિરંગા યાત્રાની માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં ડો.બોઘરાએ કહ્યુ હતુ કે, કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકીય છે