- લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે પ્રથમ યાદી કરી જાહેર
- દિલ્હીની ઉત્તર પૂર્વ બેઠક પર મનોજ તિવારી રિપીટ
- પીએમ મોદીનો વ્યક્ત કર્યો આભાર
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે 195 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ત્યારે વાત કરીએ દિલ્હીની તો ઉત્તર-પૂર્વ દિલ્હીની બેઠક પર મનોજ તિવારીને ફરી એકવાર ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે આ પ્રસિદ્ધ ભોજપુરી ગાયક- અભિનેતાએ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો.
દેશના લોકોના દિલમાં પીએમ મોદી- મનોજ તિવારી
મનોજ તિવારીએ કહ્યું કે પીએમ મોદી આ દેશના લોકોના દિલમાં છે અને તેમની હેટ્રિક પર કોઈને શંકા નથી. મારા પર વિશ્વાસ કરવા બદલ હું પાર્ટીનો આભાર માનું છું. આ વખતે આપણે વોટ શેર વધારવો પડશે. મહત્વનું છે કે મનોજ તિવારીને ઉત્તર-પૂર્વ દિલ્હીથી, કમલજીત સેહરાવતને પશ્ચિમ દિલ્હીથી, દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રામવીર સિંહ બિધુરીને દક્ષિણ દિલ્હીથી અને પ્રવીણ ખંડેલવાલને ચાંદની ચોકથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ભાજપે પોતાની રણનીતિ બદલી
બે વખતના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષ વર્ધનની ટિકિટ રદ કરીને ભાજપે પોતાની રણનીતિ બદલી છે અને પ્રવીણ ખંડેલવાલને ચાંદની ચોક લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે પશ્ચિમ દિલ્હી બેઠક પરથી બે વખત સાંસદ રહેલા પરવેશ સિંહ વર્માની જગ્યાએ કમલજીત સેહરાવતને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે દક્ષિણ દિલ્હીથી રમેશ બિધુરીને ટિકિટ આપી છે. તેમના સ્થાને પાર્ટીએ રામવીર સિંહ બિધુરીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. રમેશ બિધુરીએ ગયા વર્ષે સંસદમાં દાનિશ અલી વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી, જે બાદ વિવાદ સર્જાયો હતો.
મિનાક્ષી લેખીની ટિકિટ કપાઇ
ભાજપે દિવંગત નેતા સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ આ બેઠક પરથી મીનાક્ષી લેખીની ટિકિટ રદ કરી છે. મીનાક્ષી હાલમાં કેન્દ્રીય મંત્રી છે. સ્પષ્ટ છે કે ચૂંટણી પહેલા પાર્ટીએ પરવેશ વર્મા, રમેશ બિધુરી, મીનાક્ષી લેખી અને હર્ષ વર્ધનની ટિકિટો રદ કરીને મહત્વનો ફેરફાર કર્યો છે. આ 5 કારણોથી જાણો શા માટે 4 સાંસદોની ટિકિટ કપાઈ.


