- બ્લૂ સ્ટાર લાઈને ટાઈટેનિક લોંચ કરવાનો આખો પ્રોજેક્ટ હાથ ધર્યો
- ઓસ્ટ્રેલિયન અબજોપતિ ક્લાઈવ પામરે ટાઈટેનિક દરિયામાં તરતું મુકવાનો પ્રોજેક્ટ લોંચ કર્યો
- ટાઈટેનિક ફિલ્મમાં દર્શાવેલું જહાજ જેવું જ ટાઈટેનિક-2 બનાવવામાં આવશે
જંગી અને વિશાળકાય જહાજ ટાઈટેનિક જેની પર વર્ષ-1997માં બ્લોક બસ્ટર ફિલ્મ પણ આવી ચુકી છે. એ ટાઈટેનિક જહાજને એકવાર ફરીથી દરિયાના મોજા પર તરતું મુકવામાં આવશે. હા.. ઓસ્ટ્રેલિયન અબજોપતિ ક્લાઈવ પામરે ટાઈટેનિક-2 પ્રોજેક્ટ એકવાર ફરીથી લોંટ કર્યો છે.
ટાઈટેનિક ફરી એકવાર સમુદ્રના વાદળી પાણી પર દોડતું જોવા મળશે. ફરી એકવાર એ જ જહાજ દરિયાના મોજા પર રમતું જોવા મળશે. જી હા, ઓસ્ટ્રેલિયાના અબજોપતિ ક્લાઈવ પામરે ફરી એકવાર ટાઈટેનિક-2 પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
ક્લાઈવે જાહેરાત કરી છે કે તે 13 એપ્રિલ 1912ની રાત્રે સમુદ્રની ઊંડાઈમાં ડૂબી ગયેલા વિશાળ જહાજની નકલ બનાવશે. 2 હજારથી વધુ લોકો માર્યા ગયા અને બાકી રહેલા 700 લોકો એ ભયાનક રાત અને દ્રશ્ય તેમના અંતિમ શ્વાસ સુધી ભૂલી શક્યા નથી, પરંતુ હવે એક કંપનીએ હિંમત દાખવી છે અને અધૂરી રહી ગયેલી યાત્રાને પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે.
પત્રકાર પરિષદમાં જહાજનું મોડલ દુનિયાને બતાવ્યું
પામરે 2012માં અને ફરીથી 2018માં ટાઈટેનિક-2 પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને હવે ફરી એકવાર આ સપનું પૂરું કરવાની દિશામાં પગલાં ભર્યા છે. બુધવારે સિડનીના ઓપેરા હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં શહેરના પ્રખ્યાત બંદર પર ઉભેલા જહાજનું મોડેલ એનિમેશન મૂવી અને સ્ક્રીનશોટ દ્વારા વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
પ્રેસ કોન્ફરન્સમાં પામરની ટીમે 8 મિનિટનો વીડિયો પણ બતાવ્યો જે ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો. જહાજનું લે-આઉટ આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે. પામરે દાવો કર્યો છે કે વર્ષ-2025ના પ્રથમ 3 મહિનામાં અથવા તેના અંતમાં જહાજને વિશ્વને સમર્પિત કરવા માટે બાંધકામ કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
10 વર્ષ પહેલા એક સપનું જોયું, કોરોનાએ બ્રેક લગાવી દીધી હતી
મળતી માહિતી અનુસાર, ટાઈટેનિક-II આશરે 269 મીટર (833 ફૂટ) લાંબુ અને 32.2 મીટર (105 ફૂટ) પહોળું હશે, જે ટાઇટેનિક કરતાં થોડું પહોળું અને મોટું હશે. 835 કેબિન અને 9 ડેક હશે. આમાં લગભગ 2400 લોકો મુસાફરી કરી શકશે. પ્રથમ બે ડેક અનામત રહેશે, બાકીના સામાન્ય લોકો માટે ખુલ્લા રહેશે. ત્રીજા ડેક પર કિચન અને ડાઇનિંગ હોલ, રૅસ્ટોરન્ટ, બાર, સિનેમા હોલ અને થિયેટર હશે. પામર કહે છે કે લગભગ 10 વર્ષ પહેલા તેનું એક સપનું હતું, જે તેણે જહાજનું મોડેલ બનાવીને રજૂ કર્યું હતું, પરંતુ તેની પાસે આ પ્રોજેક્ટ માટે જરૂરી રકમ ન હતી. ત્યારબાદ કોરોનાના સમયગાળા દરમિયાન તેનો પ્રોજેક્ટ પ્રભાવિત થયો હતો, પરંતુ તે સ્પોન્સરશિપના આધારે તેને ફરીથી લોન્ચ કરી રહ્યો છે.


