- Delhiમાં પ્રદૂષણને કારણે વધી દિલ્હીવાસીઓની ચિંતા
- પ્રદૂષણથી બચવા AIIMS પૂર્વ ડાયરેક્ટરે આપી સલાહ
- મોર્નિંગ વોક અને ઘરની બહાર કસરત કરવાનું ટાળવું
રાજધાની દિલ્હીમાં વધતાં પ્રદૂષણને લઈને સતત ચિંતા વધી રહી છે. ત્યારે જ્યાં એક તરફ સરકાર પ્રતિબંધ સહિતના પગલાં લઈ રહી છે તો પ્રદૂષણથી બચવા માટે દિલ્હી AIIMSના પૂર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ સલાહ આપી છે.
રાજધાની દિલ્હીમાં વધતાં પ્રદૂષણ પર AIIMSના પૂર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે આપણે શક્ય હોય ત્યાં સુધી વ્યક્તિગત સ્તરે આપણે પ્રદૂષણ ઉત્પન્ન ન કરવું જોઈએ અને પર્યાવરણને અનુકૂળ થઈને રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.
ડૉ. રણદીપ ગુલેરિયાએ વધુમાં જણાવ્યું છે કે જ્યારે AQI ખરાબ હોય ત્યારે શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન જવું. અને જો બહાર જવું પડે તો ચોક્કસપણે માસ્ક પહેરીને જ બહાર જવું જોઈએ. મોર્નિંગ વોક અને ઘરની બહાર કસરત કરવાનું ટાળવું જોઈએ. ઘરે એર પ્યોરીફાયરનો ઉપયોગ કરવો જોઈએ. તેનથી ખાસ્સી મદદ મળશે.