અગ્ર ગુજરાત, રાજકોટ
બેંગ્લોર ખાતે તાજેતરમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં નોંધાયેલા અહિંસા ક્રાંતિ અખબાર દ્વારા તા.11 જાન્યુઆરી, 2026ના રોજ સવારે ૧૦ કલાકે સ્થાનિક ટાઉનહોલમાં ધાર્મિક અને સામાજિક કાર્યકરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના સંયોજક આશિષ બાફનાએ જણાવ્યું હતું કે આ પ્રસંગે બેંગલુરુ અને મૈસુરના લગભગ સો લોકોને એવોર્ડ આપવામાં આવશે. એમાંથી જીવદયા રત્ન એવોર્ડ ગુજરાતમાંથી 3 લોકોને જ આપવામાં આવ્યા છે. જેમાં જીવદયા પ્રેમી કેતનભાઈ સંઘવી, નીલભાઈ મહેતા, અજીતભાઈ જૈનને કાર્યક્રમમાં સાંસદ તેજસ્વી સૂર્યા, ટીવી કલાકાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શરદ સાંખલા (અબ્દુલ) શ્રીધર, ડો. અજ્ઞાનપ્પા, અભિનેત્રી રૂપશ્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.
યુવા જૈન અગ્રણી અને જીવદયાપ્રેમી કેતનભાઈ સંઘવી નીલ ભાઈ મહેતા ને જીવ દયા રત્ન એવોર્ડ અને અજીત ભાઈ જૈન ને ભામાશા એવોર્ડ થી સન્માન-2026 થી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેઓ જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગૌવંશને કતલખાને લઈ જવાતા અબોલ પશુને બચાવવા સહિતનું કાર્ય કરે છે. અગાઉ પણ અનેક નામી-અનામી સંસ્થાઓ દ્વારા તેમને પુરસ્કારો અને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.


