અગ્ર ગુજરાત, રાજકોટ
રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા ના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા “ગોમય થી વૈશ્વિક ઉકેલો : પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર ગૌમય ના સ્થાપક ડૉ.સીતારામ ગુપ્તા સાથે વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંવાદ દરમિયાન ડૉ. ગુપ્તા “ગોમય સમિધા” જેવા નવીન ઉપાય દ્વારા અંતિમ સંસ્કારમાં ઉપયોગ થતી લાકડીઓના વિકલ્પ વિશે માહિતી આપશે. તેઓ “ઘર-ઘર ગોમય, હર ઘર ગોમય” અભિયાન દ્વારા સામાન્ય જનતાને પર્યાવરણ સંરક્ષણ અને વ્યક્તિગત સામાજિક જવાબદારી સાથે જોડાવા માટે પ્રેરણા આપશે. તેમજ તેઓ યુવાનો સહિત સમાજના દરેક વર્ગને આ અભિયાનમાં જોડાઈને પ્રકૃતિ અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ નિભાવવાનો સંદેશ આપશે.
આ વેબિનારનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી પુરીશ કુમાર દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર વેબીનાર GCCI ના ફેસબુક અને યુ ટ્યુબ “Official GCCI” પર લાઈવ નિહાળી શકાશે. વધુ માહિતી માટે GCCIના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, રમેશભાઈ ઘેટીયા મો. ૯૮૨૫૭ ૦૫૮૧૩, અમિતાભ ભટ્ટનાગર મો. ૮૦૭૪૨ ૩૮૦૧૭ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.


