- રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો
- જો કે આગામી દિવસોમાં વધી શકે છે લઘુત્તમ તાપમાન
- નલિયા 11 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર
બે દિવસથી ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળ્યા બાદ આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, નલિયા અને ડીસા ઠંડુગાર થયું છે. ગઇકાલની સરખામણીએ આજે રાજ્યના વિવિધ શહેરોમાં 3થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાકમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો જોવા મળી શકે છે. અમદાવાદમાં આજે 13.3 ડિગ્રી, રાજકોટમાં 13.4, ડીસામાં 12, ગાંધીનગરમાં 11.5 અને નલિયામાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
આજના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 13.3 ડિગ્રી, ડીસામાં 12.6, ગાંધીનગરમાં 11.5, વલ્લભ વિદ્યાનગરમાં 15.6, વડોદરામાં 15, સુરતમાં 20, ભુજમાં 14.6, નલિયામાં 11, કંડલા પોર્ટમાં 16.5, અમરેલીમાં 15.3, ભાવનગરમાં 17.4, ઓખામાં 22.2, પોરબંદરમાં 16.2, રાજકોટમાં 13.4, વેરાવળમાં 19.7, સુરેન્દ્રનગરમાં 15.4, મહુવામાં 15.9 અને કેશોદમાં 14.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
આજના મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 28.5 ડિગ્રી, ડીસામાં 28.5, ગાંધીનગરમાં 28.4, વડોદરામાં 29.8, સુરતમાં 30.2, ભુજમાં 28.6, નલિયામાં 29, કંડલા પોર્ટમાં 29.4, અમરેલીમાં 28.4, ભાવનગરમાં 28.4, દ્વારકામાં 29.4, ઓખામાં 27.4, પોરબંદરમાં 31, રાજકોટમાં 29.8, વેરાવળમાં 31.5, સુરેન્દ્રનગરમાં 29.8, મહુવામાં 29.8 અને કેશોદમાં 29.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
16 ડિસેમ્બરના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 19 ડિગ્રી, ડીસામાં 15.4, ગાંધીનગરમાં 16.6, વલ્લભ વિદ્યાનગરમાં 20.2, વડોદરામાં 18, સુરતમાં 20.7, વલસાડમાં 20, ભુજમાં 17.9, નલિયામાં 14.3, કંડલા પોર્ટમાં 20, અમરેલીમાં 18.2, ભાવનગરમાં 20, દ્વારકામાં 18.4, ઓખામાં 23.2, પોરબંદરમાં 18.4, રાજકોટમાં 18, વેરાવળમાં 21.7, સુરેન્દ્રનગરમાં 18.5, મહુવામાં 18.3 અને કેશોદમાં 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.


