- પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ ત્રીજી વખત સાબિત કરશે બહુમતી
- થોડા સમય પહેલા નેપાળ કોંગ્રસ સાથે તોડ્યું હતું ગઠબંધન
- પ્રચંડની નવી સરકારે સંસદમાં બહુમતી સિદ્ધ કરવા 138 મતની જરૂર
નેપાળ કોંગ્રેસ છોડીને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઇડ માર્કસિસ્ટ-લેનિનિસ્ટ (CPN-UML)ની સાથે નવું ગઠબંધન બનાવ્યાના ગણતરીના દિવસો બાદ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ બુધવારના રોજ સંસદમાં પોતાનો વિશ્વાસ મત હાંસલ કરશે. નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા પૂર્વ ગેરિલા નેતા અને પ્રતિનિધિ સભામાં ત્રીજી વખત સૌથી મોટી પાર્ટીના નેતા પ્રચંડે રવિવારે સંસદ સચિવાલયને એક પત્ર લખ્યો હતો. પોતાના પત્રમાં પ્રચંડે કહ્યું કે તેમણે નેપાળી કોંગ્રેસ સાથે સંબંધો તોડી નાખ્યા છે.
પીએમ પ્રચંડે મેળવાઓ પડશે વિશ્વાસ મત
બંધારણની જોગવાઇઓ અનુસાર, ગઠબંધન સરકાર પાસેથી સમર્થન પરત લીધા બાદ પ્રધાનમંત્રીએ વિશ્વાસ મત મેળવવો જરૂરી હોય છે. પૂર્વ સહયોગી નેપાળી કોંગ્રેસનું સમર્થન ગુમાવ્યા બાદ પ્રચંડે હવે બહુમતી સાબિત કરવી પડશે. પ્રચંડે પૂર્વ પીએમ કેપી ઓલીના નેતૃત્વ વળી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ સાથે નવું ગઠબંધન બનાવ્યું છે.
પ્રચંડની આ નવી ગઠબંધન સરકારે બહુમતી સાબિત કરવા માટે 275 સભ્યો વાળી સભામાં ઓછામાં ઓછા 138 મતની જરૂરિયાત છે. ડિસેમ્બર 2022માં પ્રધાનમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ પ્રચંડ ત્રીજી વખત વિશ્વાસ મત સાબિત કરશે. પ્રચંડના નેતૃત્વ વાળી સરકારને નીચલા ગૃહમાં 150 સભ્યોનું સમર્થન મળેલું છે.
જણાવી દઈએ કે, દેશની બીજા નંબરની સૌથી મોટી પાર્ટી, પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના નેતૃત્વ વાળા CPN-UML પાસે 75 બેઠકો છે. જ્યારે ત્રીજી સૌથી મોટી પાર્ટી CPN-માઓઇસ્ટની પાસે 32 બેઠકો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી પાસે 20, જનતા સમાજવાદી પાર્ટી પાસે 12 અને CPN-યુનિફાઇડ સોશિયાલિસ્ટ પાર્ટી પાસે 10 બેઠકો છે.


