RCC બેન્કના CEO પુરુષોત્તમ પીપળીયાએ નરેશભાઇના વ્યક્તિત્વને શબ્દોથી નિખારીયું
આજરોજ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલના જન્મદિવસની રકતદાન કેમ્પ સાથે સરદાર ભવન ખાતે ઉજવણી થઇ રહી છે. ત્યારે ખોડલ ધામના પ્રણેતા સમાજ પિતા નરેશ પટેલના જન્મ દિવસ નિમિત્તે તેમને ચાહકો, મિત્રો અને સોશ્યલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહેલ છે. સમાજ શિલ્પી નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે RCC બેન્કના CEO પુરુષોત્તમ પીપળીયાએ નરેશભાઇના વ્યક્તિત્વને શબ્દોથી નિખારીયું છે.
RCC બેન્કના CEO પુરુષોત્તમ પીપળીયાએ જણાવ્યું હતું કે, સમાજને થતા પ્રશાસનીક અને રાજકીય અન્યાય સામે પોતાના ધમધોકાર ચાલતા બિઝનેશના ભોગે પણ નરેશ પટેલ હીમત પુર્વક લડત લડી રહ્યા છે તે તેમની સમાજ પ્રત્યેની ઉદાત ભાવના પ્રદર્શિત કરે છે. ગોંડલ અને જામનગરના કેટલાક નિર્દોષ પટેલ યુવાનોને રાજકીય દ્વેષભાવથી ફસાવી જેલમા સબડતા કરનારાઓ સામે કાનુની લડતમા મદદ કરી સમાજના પરિવારોને સહાયરૂપ થઈ રહ્યા છે નરેશભાઈ પટેલ. સમાજને મદદરૂપ થવાના આવા અન્ય અસંખ્ય કીસ્સાઓને યાદ કરીએ તો મહાગ્રંથ લખાઈ તેવુ લાંબુ લચક લીસ્ટ છે. નરેશભાઈ પટેલ એટલે માત્ર પટેલ નરેશ છે તેમ માનવુ ગેરસમજ છે, તેમણે કોઇપણ નાત જાત ધર્મને બાજુએ મુકી તમામ સમાજના દીનદુખિયા અબળા-નબળા પીડિતાના મસીહા તરીકે દેખાડા વગર છાનામાના મદદ કરી રહ્યા છે, તે તેમનુ ઉમદાપણું ઉજાગર કરે છે. નરેશભાઈ ની નજીક કામ કરવાનો અવસર મળ્યો હોવાના અનુભવે કહુ તો નરેશભાઈ ને ઈશ્વરે કોર્પોરેટ /પ્રોફેશનલ ના ગુણો છલોછલ પ્રદાન કરેલ છે, તેમની માનવતા જગ વિખ્યાત છે, તેમની કુનેહ – કાબેલિયત કાબીલેદાદ છે, નરેશ પટેલ એટલે માત્ર “પટેલ નરેશ” જ નહી “સમાજ પિતા” પણ ખરા. નરેશ પટેલ એટલે સાદગી, સંવેદના, સમર્પણ, સ્થિરતા અને શાલિનતાનો સરવાળો.
સામાજિક દરજ્જો એ વ્યક્તિને સમાજમાં કે એક ચોક્કસ સમૂહમાં મળતું સ્થાન કે હોદ્દો છે. આથી દરજ્જો વ્યક્તિના સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ દરજ્જાની જુદીજુદી વ્યાખ્યાઓ આપેલી છે. કિંગ્સલે ડેવિસ ના મતે “દરજ્જો એ સ્થાનનો પર્યાય છે”. રોબર્ટ બસ્ટ્રેડના મતે “સમાજમાં કે સમૂહમાં વ્યક્તિ જે સ્થાન ધરાવે છે તે સ્થાનને દરજ્જો કહેવામાં આવે છે”. રાલ્ફ લિંટને સામાજિક દરજ્જાના બે પ્રકાર દર્શાવ્યા છે: (૧) અર્પિત દરજ્જો અને (૨) પ્રાપ્ત દરજ્જો. કુટુંબમાં જન્મ લેવાથી પરંપરાગત રીતે વ્યક્તિને જે દરજ્જો આપોઆપ પ્રાપ્ત થાય છે તેવા અર્પિત દરજ્જામાં નિર્ણાયક પરિબળો તરીકે લિંગ, ઉંમર અને રક્તસંબંધ મુખ્ય છે. વ્યક્તિ પોતાના વ્યક્તિગત પ્રયત્નોથી જે દરજ્જો પ્રાપ્ત કરે છે, તેને પ્રાપ્ત દરજ્જો કહેવામાં આવે છે.
છેલ્લા કેટલાય વર્ષોથી કરોડો રૂપિયા ખર્ચીને ‘સદજ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ’ના નામથી આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડે છે. ડો.ભગવતી જેવા નામાંકિત ડોકટરોની સેવા એને સાવ સામાન્ય લોકોને અપાવી છે. નરેશભાઇનું સમર્પણ પણ અદભૂત છે. પોતપોતાના સમાજ માટે તો ઘણા લોકો કામ કરતા હશે પણ આ માણસની કાર્યપદ્ધતિ સાવ જુદી છે. જે સંસ્થા માટે કામ કરે એ સંસ્થાને સંપૂર્ણ વફાદાર અને સમર્પિત. શાલીનતા તો નરેશભાઇને વારસામાં મળી હોય એમ લાગે. ગામડાના સામાન્ય માણસ સાથે વાત કરતી વખતે બિલકુલ એના જેવા બની જાય. લોકો જાત જાતના પ્રશ્નો લઈને એમની પાસે આવે એમાંના કેટલાકની વાતો સાંભળીને તો આપણે ઊંચાનીચા થવા માંડીએ પણ નરેશભાઇ હસતા હસતા એને સાંભળે. માત્ર સાંભળવા માટે નહિ દિલથી સાંભળે અને એના પ્રશ્નોમાં રસ પણ લે.


