- આજે ઓસ્ટ્ર્લિયા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ
- પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ
- ઓસ્ટ્રેલિયન ટીમે સેમિફાઇનલ સ્થાન મેળવી લીધું
આજે વર્લ્ડકપ 2023ની 43મી મેચ ઓસ્ટ્ર્લિયા અને બાંગ્લાદેશ વચ્ચે હતી. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઇ હતી. મેચમાં ઓસ્ટ્રેલિયાની 8 વિકેટે જીત થઇ છે. આ મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ બોલિંગ પસંદ કરી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 50 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 306 રન બનાવ્યા હતા. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 307 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 44.4 ઓવરમાં 2 વિકેટના નુકસાને 307 રન બનાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.
ઓસ્ટ્રેલિયાની ઇનિંગ
ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી વર્લ્ડકપની મેચમાં ઓસ્ટ્રેલિયાની 8 વિકેટે જીત થઇ છે. આ મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ બોલિંગ પસંદ કરી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 50 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 306 રન બનાવ્યા હતા. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 307 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 44.4 ઓવરમાં 2 વિકેટના નુકસાને 307 રન બનાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ટ્રેવિસ હેડે 11 બોલમાં 10 રન અને ડેવિડ વોર્નર 57 બોલમાં 6 ફોરની મદદથી 52 રન બનાવીને આઉટ થયા હતા. સ્ટીવ સ્મિથ 64 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 63 રન અને મિચેલ માર્શ 132 બોલમાં 17 ફોર અને 9 સિક્સની મદદથી 177 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો તસ્કીન અહેમદે 10 ઓવરમાં 61 રન આપીને 1 વિકેટ ઝડપી છે. જ્યારે મુસ્તફિઝુર રહેમાને 9.4 ઓવરમાં 76 રન આપીને 1 સફળતા મેળવી હતી.
મિચેલ માર્શની સદી
મિચેલ માર્શે 87 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી સદી ફટકારી છે. જ્યારે સ્ટીવ સ્મિથ એક ચોગ્ગા અને એક છગ્ગા સાથે 27 રને રમી રહ્યો છે. 31 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટે 192 રન છે.
ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટના નુકસાને 151 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ટ્રેવિસ હેડે 11 બોલમાં 10 રન અને ડેવિડ વોર્નર 57 બોલમાં 6 ફોરની મદદથી 52 રન બનાવીને આઉટ થયા હતા. હાલમાં સ્ટીવ સ્મિથ 4 બોલમાં 4 રન અને મિચેલ માર્શ 72 બોલમાં 10 ફોર અને 3 સિક્સની મદદથી 83 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો તસ્કીન અહેમદે 6 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ ઝડપી છે. મુસ્તફિઝુર રહેમાને 5 ઓવરમાં 35 રન આપીને 1 સફળતા મેળવી છે.
ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં ઓસ્ટ્રેલિયાની ઈનિંગ શરૂ થઈ છે. જેથી ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડ ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમે 50 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 306 રન બનાવ્યા છે.જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 307 રનનો ટાર્ગેટ મળ્યો છે.
બાંગ્લાદેશની ઇનિંગ
આજે વર્લ્ડકપની ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ રહેલી મેચમાં પ્રથમ ઇનિંગ પૂર્ણ થઇ છે. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 50 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 306 રન બનાવ્યા છે. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 307 રનનો ટાર્ગેટ મળ્યો છે.બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ રન તૌહીદ હ્રિદોયે બનાવ્યા હતા.હ્રિદોયે 79 બોલમાં 5 ફોર અને 2 સિક્સની મદદથી 74 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના ઓપનર તન્ઝિંદ હસન 34 બોલમાં 6 ફોરની મદદથી 36 રન અને લિટન દાસ 45 બોલમાં 36 રન બનાવીને આઉટ થયા હતા.નઝમુલ હુસેન શાંતોએ 57 બોલમાં 6 ફોરની મદદથી 45 રન બનાવ્યા છે. જ્યારે મહમુદુલ્લાહ 28 બોલમાં 32 રન અને મુશ્ફિકુર રહીમ 24 બોલમાં 21 રન બનાવીને આઉટ થયા હતા. મહેંદી હસન મિરાજે 20 બોલમાં 29 રન અને નસુમ અહેમદ 11 બોલમાં 7 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો એડમ ઝમ્પાએ 10 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ ઝડપી છે. સેન એબોટે 10 ઓવરમાં 61 રન આપીને 2 સફળતા મેળવી હતી. જ્યારે માર્ક સ્ટોઇનિસે 5 ઓવરમાં 45 રન આપીને 1 ખેલાડીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
આજે વર્લ્ડકપની 43મી મેચ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ રહેલી મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઇ છે. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 25 ઓવર બાદ 2 વિકેટના નુકસાને 161 રન બનાવ્યા છે. બાંગ્લાદેશના ઓપનર તન્ઝિંદ હસન 34 બોલમાં 6 ફોરની મદદથી 36 રન અને લિટન દાસ 45 બોલમાં 36 રન બનાવીને આઉટ થયા હતા. હાલમાં બાંગ્લાદેશ તરફથી નઝમુલ હુસેન શાંતો 47 બોલમાં 40 રન અને તૌહીદ હ્રિદોય 25 બોલમાં 34 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાનીા બોલરની વાત કરવામાં આવે તો સેન એબોટે 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ ઝડપી છે. જ્યારે એડમ ઝમ્પાએ 5 ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ ઝડપી છે.
બાંગ્લાદેશે 10 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 62 રન બનાવ્યા હતા. તંજીદ અને લિટને 50 રનની પાર્ટનરશિપ કરી હતી. લિટન 31 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યો છે. તંજીદે 30 બોલમાં 28 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના બોલરો વિકેટની શોધમાં છે.
આજે વર્લ્ડકપની 43મી મેચ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિગ કરવાનો નિર્ણય લીધો છે. તેથી બાંગ્લાદેશ તરફથી ઓપનર તન્ઝિદ હસન અને લિટન દાસ ઓપનિંગ કરવા માટે ક્રિઝ પર આવ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ઓવરની શરૂઆત જાસ હેઝલવુડે કરી છે.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો
આજે વર્લ્ડકપની 43મી મેચ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમવામાં આવશે.આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. જેના માટે ટોસ થયો છે. જે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં બંને ટીમોએ એક- એક ફેરફાર કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલની જગ્યાએ સેન એબોટને સ્થાન આપ્યું છે. ગત મેચમાં મેક્સવેલ ઇજાગ્રસ્ત થયો હતો. બાંગ્લાદેશે કેપ્ટન શાકિબ અલ હસનની જગ્યાએ નસુમ અહેમદને સ્થાન આપ્યું છે. શ્રીલંકા સામેની મેચમાં શાકિહ અલ હસનને આંગળીમાં ઇજા થઇ હતી. તેથી તે વર્લ્ડકપની બહાર થઇ ગયો છે.
પિચ રિપોર્ટ
ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીં છેલ્લી બે મેચોમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ પણ 330+ સ્કોર બનાવ્યા છે. જો કે બીજી ઇનિંગમાં ટીમો 200નો આંકડો પણ સ્પર્શી શકી નહોતી. આ વર્લ્ડકપમાં પુણેની પિચનો બેવડો મિજાજ જોવા મળ્યો છે. આ ટુર્નામેન્ટની ચાર મેચ અહીં રમાઈ છે. પ્રથમ બે મેચમાં રનનો પીછો કરતી ટીમે એકતરફી જીત મેળવી છે. છેલ્લી બે મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે મોટા અંતરથી જીત મેળવી હતી. પ્રથમ બે મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 260ના આંકડાને પણ સ્પર્શી શકી નથી.અહીં બેટ્સમેનોને સારી મદદ મળશે પરંતુ ફાસ્ટ બોલરો પણ અહીં પ્રભુત્વ જમાવશે. ફાસ્ટર્સને આ વિકેટમાંથી સારો ઉછાળો અને મૂવમેન્ટ મળશે. છેલ્લી ચાર મેચોમાં પણ અહીં ફાસ્ટ બોલરોએ સારું પ્રદર્શન કર્યું છે.
બંને દેશો પ્લેઈંગ ઈલેવન:
ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, સેન એબોટ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ
બાંગ્લાદેશ: તન્ઝિદ હસન, લિટ્ટન દાસ, નજમુલ હુસૈન શાંતો(કેપ્ટન), મહમુદુલ્લાહ, મુશ્ફિકુર રહીમ(વિકેટકીપર), તોહીદ હૃદોય, મેહિદી હસન મિરાઝ, મહેદી હસન, નસુમ અહેમદ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન


