- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 મેચ રદ
- ડરબનમાં કિંગ્સમીડમાં રમાનારી મેચ વરસાદના કારણે રદ
- અઢી કલાકની રાહ જોયા બાદ મેચ રદ્દ કરવાનો લીધો નિર્ણય
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 મેચ રદ કરવામાં આવી છે. ડરબનમાં કિંગ્સમીડ ખાતે રમનારી મેચ ટોસ વિના રદ કરવામાં આવી હતી. વાસ્તવમાં, મેચ સાથે જોડાયેલા અમ્પાયરો અને અધિકારીઓએ લાંબા સમય સુધી વરસાદ બંધ થવાની રાહ જોઈ, પરંતુ લગભગ અઢી કલાકની રાહ જોયા બાદ અધિકારીઓએ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થવાની હતી. મેચનો ટોસ સાત વાગે થવાનો હતો.
દર્શકો નિરાશ થઈને પાછા ફર્યા
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 મેચ ટોસ વિના રદ કરવામાં આવી હતી. આ મેચ જોવા માટે હજારો ચાહકો સ્ટેડિયમમાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. જોકે હવે ચાહકોને નિરાશ થઈને ઘરે પરત ફરવું પડ્યું હતું. જો કે મેચ સાથે જોડાયેલા અધિકારીઓએ લાંબા સમય સુધી વરસાદ બંધ થવાની રાહ જોઈ હતી, પરંતુ લગભગ અઢી કલાકની રાહ જોયા બાદ મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ટોસમાં વિલંબ
આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 T20 મેચની સિરીઝની પ્રથમ મેચ રમાશે. આ મેચ ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગે ટોસ થવાનો હતો. પરતું વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો છે.
આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 T20 મેચની સિરીઝની પ્રથમ મેચ રમાશે. આ મેચ ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે. આ સિરીઝમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. જ્યારે સાઉથ આફ્રિકાની કપ્તાની એઈડન માર્કરામને સોંપવામાં આવી છે. આ સિરીઝ T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે.
પિચ રિપોર્ટ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 ડરબનના કિંગ્સમીડ ખાતે રમાશે. ડરબનની પિચ પર બેટ્સમેન માટે મદદ રૂપ છે. આ પિચ પર સરેરાશ સ્કોર 170 રન છે. આ આંકડા બોલરો માટે સારા નથી. આ સિવાય ટોસ જીતનારી ટીમ પહેલા ફિલ્ડિંગ કરવા માંગે છે. ભૂતકાળના રેકોર્ડ મુજબ ટાર્ગેટનો પીછો કરવો સરળ છે. એટલે કે જે કેપ્ટન ટોસ જીતે છે તે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. તે જ સમયે, બોલરોને આ વિકેટ પર બાઉન્સ મળે છે, જે બેટ્સમેનો માટે પડકાર બની શકે છે.
વેધર રિપોર્ટ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. હવામાન વિભાગે જણાવ્યું કે આ મેચ વરસાદને કારણે ધોવાઈ શકે છે. આ મેચ દરમિયાન વરસાદની સંભાવના 45 ટકા સુધી છે. કહેવામાં આવી રહ્યું છે કે મેચની શરૂઆત દરમિયાન વરસાદ પડી શકે છે. ફેન્સ માટે આ ખરાબ સમાચાર છે, શક્ય છે કે ફેન્સ ને 40 ઓવરની આખી મેચ જોવા ન મળે. આ સિવાય હવામાન વિભાગે કહ્યું કે આ મેચ દરમિયાન તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહેવાનું છે.
બંને દેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારત: યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, મુકેશ કુમાર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.
સાઉથ આફ્રિકા: રીઝા હેન્ડ્રીક્સ, મેથ્યુ બ્રેત્ઝકે, એડમ માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ટ્રિસ્ટિયન સ્ટબ્સ, ડેવિડ મિલર, માર્કો જેન્સન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, લિઝાર્ડ વિલિયમ્સ, તબરેઝ શમ્સી


