- અમદાવાદમાં સોનાના ભાવ 63,200 રૂ. અને ચાંદીનો ભાવ 73,800 રૂ
- આજે અને આવતીકાલે બે દિવસ પુષ્ય નક્ષત્ર
- ગત વર્ષ કરતાં એડવાન્સ બુકિંગમાં આવ્યો ઘટાડ઼ો
આજે પુષ્ય નક્ષત્રનો પર્વ છે ત્યારે વહેલી સવારથી જ અમદાવાદના સોના ચાંદીના શો રૂમમાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આજના દિવસે સોના,ચાંદી, હીરા સહિતની વસ્તુ ખરીદવી શુભ મનાય છે. આજે અમદાવાદમાં સોનાના ભાવ 63,200 રૂ. જ્યારે ચાંદીનો ભાવ 73,800 રૂ. પર પહોંચ્યો છે.
નોંધનીય છેકે છેલ્લા એક સપ્તાહની સરખામણીમાં વધુ છે છતાં લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે વેપારીઓ પણ આજના દિવસે સારી ખરીદી થાય તેવું માની રહ્યા છે. ઉલ્લેખનીય છેકે દિવાળીના પર્વ પૂર્વે આવતા પુષ્ય નક્ષત્રનો અનેરો મહિમા જોવા મળી રહ્યો છે. જેના માટે મોટી સંખ્યામાં વહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે.
દિવાળી પહેલાં નીકળી સારી ખરીદી
આજે 4 નવેમ્બરે સવારે 8 વાગ્યે શરૂ થશે અને 5મીએ સવારે 10:30 વાગ્યા સુધી ચાલશે. આ અવસર પર સંપત્તિ, સોનું-ચાંદી, કીમતી ચીજવસ્તુઓ અને ઘરવપરાશની વસ્તુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. દિવાળીનો તહેવાર છે દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર આવે અને ધનતેરસ પણ આવે છે તેમાં શુકન માટે લોકો સોનાની ખરીદી કરતા હોય છે. શુભ મુહૂર્તમાં ખરીદી થઇ શકે તેના માટે લોકો એડવાન્સ બુકીંગ પણ કરાવે છે. પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષ માત્ર 20 ટકા જેટલું જ એડવાન્સ બુકીંગ મળ્યું હોવાનું વેપારીઓ કહી રહ્યા છે.
ગત વર્ષે જે એડવાન્સ બુકિંગ મળ્યું હતું તેના 25 ટકા જ બુકિંગ મળ્યું હોવાનું વેપારી કહી રહ્યા છે. તેની પાછળ અનેક કારણ જવાબદાર છે પરંતુ આ જે ઓછું બુકીંગ મળ્યું છે જેના કારણે બજારમાં વધારે નેગેટિવ ઇફેક્ટ નહિ આવે તેમ સોના વેપારીઓ માની રહ્યા છે. અત્યારે સોનાનો ભાવ 62 હજાર પર કરી ચુક્યો છે ત્યારે લોકો હજી ભાવ ઘટવાની રાહ જોઈને બેસ્યા હોવાનો અંદાજ વેપારી લગાવી રહ્યા છે.
પુષ્ય નક્ષત્ર હોય કે ધનતેરસ 2 પ્રકારના લોકો ખરીદી કરતા હોય છે જેમને શુકનની ખરીદી કરવી છે તે કોઈપણ ભાવમાં ખરીદી કરશે. તો અન્ય એક વર્ગ એવો છે જે માત્ર રોકાણ કરવા માટે ખરીદી કરતા હોય છે જે ભાવ નીચો જાય ત્યારે ખરીદી કરી લેતા હોય છે. જેથી આ બજારમાં અત્યારે બુકીંગ ઓછું છે.પરંતુ આગામી સમયમાં લગ્ન સીઝન આવી રહી છે ત્યારે લોકો ખરીદી કરશે તેવા વિશ્વાસ પર વેપારીઓ છે.
સુરતમાં 100 કરોડનું એડવાન્સ બુકિંગ
સુરત શહેરમાં ભીડથી બચવા માટે 100 કરોડ રૂપિયાના સોના અને ચાંદીના દાગીના એડવાન્સમાં બુક થઈ ગયા છે. જ્યારે ગ્રાહકોને ડિલિવરી પુષ્ય નક્ષત્રના દિવસે જ મળી રહે માટે શહેરના અનેક જ્વેલર્સોએ રાત્રે 12 વાગ્યા સુધી જ્વેલરી શોપ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે પુષ્યનક્ષત્રમાં વધારે દાગીનાનું વેચાણ થાય તેવી સંભાવના છે. જ્યારે 1800 વાહનોનું વેચાણ થશે. જેમાં 300 કાર અને 1500 બાઈકનું વેચાણ થશે.


