- ગાંધીનગરમાં સાંજે 4 કલાકે લોકાર્પણ કરશે
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે ઉપસ્થિત
- નોંધણી, ખરીદી અને ચુકવણી માટેના પોર્ટલનું ઉદ્ઘાટન કરશે
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી 201 નવીન બસોનું ગાંધીનગરમાં સાંજે 4 કલાકે લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. તેમજ તુવેરદાળ માટે ઓનલાઈન પોર્ટલનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે.
અમિત શાહ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે
અમિત શાહ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. નોંધણી, ખરીદી અને ચુકવણી માટેના પોર્ટલનું ઉદ્ઘાટન કરશે. આજે અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહમંત્રી 201 નવીન બસોનું ગાંધીનગરમાં સાંજે 4 કલાકે લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં, તુવેરદાળનું ઉત્પાદન કરતા ખેડૂતોની નોંધણી, ખરીદી અને ચુકવણી માટેના પોર્ટલના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરાયુ છે.
લોકસભા ચૂંટણીને લઇને દેશભરમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી
આગામી લોકસભા ચૂંટણીને લઇને દેશભરમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે, અને હવે આ અંતર્ગત ગુજરાતમાં ભાજપની લોકસભા ચૂંટણી માટે આગામી 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક યોજશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
6 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક
લોકસભાની ચૂંટણી સંદર્ભે આગામી 6 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક મળવાની છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે. આ બેઠક ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રિ મંડળના સભ્યો પણ આ મહત્વની બેઠકમાં હાજર રહેશે. ગુજરાત ભાજપના અગ્રણી નેતા અને લોકસભા ચૂંટણી માટે બનાવેલી કમિટીના સભ્યો પણ આ બેઠકમાં હાજર રહેશે.


