– સોનાના વૈશ્વિક ઉત્પાદનમાં જોવા મળેલી વૃદ્ધિ : ક્રૂડતેલ ફરી ઉંચકાયું
– સાઉદી અરેબિયા તથા રશિયા દ્વારા ક્રૂડતેલના ઉત્પાદનમાં કાપનો અમલ જાળવી રાખવામાં આવશે એવા નિર્દેશો
Updated: Nov 7th, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઉંચેથી ઘટયા હતા જ્યારે ચાંદીના ભાવ મક્કમ હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૧૯૯૨થી ૧૯૯૩ વાળા ઘટી નીચામાં ૧૯૮૨થી ૧૯૮૩ થઈ ૧૯૮૫થી ૧૯૮૬ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઉછાળે સૂર સાવચેતીનો હતો.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૩.૨૧ થઈ ૨૩.૨૨ વાળા ૨૩.૦૯ થી ૨૩.૧૯થી ૨૩.૨૦ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૬૦૯૦૦ વાળા રૂ.૬૦૭૫૮ થઈ રૂ.૬૦૮૦૮ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૧૧૫૦ વાળા રૂ.૬૧૦૦૨ થઈ રૂ.૬૧૦૫૩ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોદીઠ રૂ.૭૨૦૦૦ વાળા રૂ.૭૧૯૯૨ થઈ રૂ.૭૨૦૩૭ રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૬૨૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૩૦૦૦ બોલાતા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૭૩૫૦૦ રહ્યા હતા.
વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતા અટકી ઝડપી વધી આવ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ ૮૪.૫૬ વાળા વધી ૮૬.૪૬ થઈ ૮૫.૯૩ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૦.૫૧ વાળા વદી ૮૨.૧૨ થઈ ૮૧.૬૨ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારના નિર્દેશો મુજબ રશિયા તથા સાઉદી અરેબિયા દ્વારા ક્રૂડતેલના ઉત્પાદનમાં કાપનો અમલ આગળ ઉપર ચાલુ રાખવામાં આવનાર છે. ક્રૂડતેલના ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની મિટિંગ ૨૬મી નવેમ્બરે મળવાની છે.
વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૯૩૬ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૧૨૮ ડોલર રહ્યા હતા. સોનાના વૈશ્વિક ઉત્પાદનમાં આ વર્ષે ૨૦૨૩માં રેકોર્ડ વૃદ્ધી થવાનો અંદાજ વહેતો થયો છે. ૨૦૨૦ તથા ૨૦૨૧ અને ૨૦૨૨ના વર્ષોમાં ઉત્પાદન નીચું રહ્યા પછી ૨૦૨૩માં આ વર્ષે ઉત્પાદન ૯ મહિનામાં ૨૭૪૪ ટન થયું છે. કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા તથા ધાના દેશના સોનાના ઉત્પાદનમાં વૃદ્ધી જોવા મળી છે.