ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ તા. 10થી 12મી જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે. જે અંતર્ગત યોજાયેલી પત્રકાર પરિષદમાં ટેસ્લા ગુજરાતમાં આવે છે કે નહીં ? તે બાબતે પૂછાયેલા પ્રશ્નમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે ગુજરાતમાં આવવા અને કંપની હતું છે વિશ્વની ટોપ 500 કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતના સંપર્કમાં છે ઉચ્ચ કક્ષાએ વાતચીત ચાલતી હોય આમ છતાં એ ઉદ્યોગ મંત્રી પાસે સ્પષ્ટ જવાબની અપેક્ષા રખાતા તેમણે કહ્યું હતું કે ટેસ્લા પાઇપલાઇનમાં છે.
આ મુદ્દે ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદરે ટેસલાને કેટલી રાહત અપાશે કેટલી રાહતની દરખાસ્ત કરી સહિતના પ્રશ્નોનું સ્પષ્ટ ઉત્તર આપ્યો ન હતો ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ હેદર એ કહ્યું હતું કે અત્યાર સુધીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિતમાં પાર્ટનર અને કન્ટ્રી તરીકે 32 દેશ નક્કી થયા છે ત્રણ કન્ટ્રી દ્વારા મૌખિક સહમતી આવી છે જ્યારે 136 દેશની કંપનીઓ સંસ્થાઓ અને પ્રતિનિધિઓ આવી રહ્યા છે. યુક્રેન જાપાન સહિતના 25 દેશ કન્ટ્રી સેમિનારમાં જોડાશે વાઇબ્રન્ટમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં કન્ટ્રી અને સ્ટેટ સેમિનારનું આયોજન કરાયું છે જેમાં 25 દેશ 10 સંસ્થાઓ અને નવ રાજ્યો દ્વારા કુલ 38 સેમીનાર યોજાશે એમ જી એમ ડી સી એમડીએ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે વિશ્વના 25 દેશમાં જાપાન, યુક્રેન, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, જર્મની, મલેશિયા ,નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ ,રશિયન ફેડરેશન ,સિંગાપુર, સાઉદી અરેબિયા અને યુનાઈટેડ કિંગડમ નો સમાવેશ થાય છે.