- નખત્રાણા બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણી ભરાયા
- રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકી
- વાહનો બંધ થતા લોકો ધક્કા મારતા જોવા મળ્યા
કચ્છના નખત્રાણામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેમાં નખત્રાણા બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. પાણી ભરાતા અનેક વાહનો બંધ થતા રહિશો પરેશાન થયા છે. વાહનો બંધ થતા લોકો ધક્કા મારતા જોવા મળ્યા છે. તેમજ ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
કચ્છના નખત્રાણામાં મેધરાજા મન મૂકીને વરસ્યા
કચ્છના નખત્રાણામાં મેધરાજા મન મૂકીને વરસ્યા છે. વહેલી સવારથી અત્યાર સુધીમાં પાંચ જેટલો વરસાદ પડતાં અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. નખત્રાણા બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણી ફરી વળતાં વાહન વ્યવહારને અસર થઈ હતી. બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણીનું વહેણ પસાર થાય છે જેના કારણે અહિયાં પાણી ભરાય છે. રસ્તા પર પાણી ફરી વળતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. દર વર્ષે ચોમાસામાં વરસાદી સમસ્યા અહિયાં જોવા મળે છે. સ્થાનિક લોકો વર્ષોથી ઓવર બ્રિજ બનાવવા માટેની માંગ કરી રહ્યા છે.
લોકોને ચોમાસામાં જીવના જોખમે પસાર થવું પડે છે
આજદિન સુધી ઓવરબ્રિજ નહીં બનતા લોકોને ચોમાસામાં જીવના જોખમે પસાર થવું પડે છે. નખત્રાણામાં વરસાદે વિરામ લીધો છે પરંતુ લોકોની હાલાકી ઓછી થઈ નથી. બસ સ્ટેન્ડ પાસે પાણી ભરતા અનેક વાહનો બંધ થતાં લોકો ધક્કા મારતા જોવા મળ્યા છે. ગ્રામ વિસ્તારમાં મેધરાજામાં મૂકીને વરસી રહ્યા છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ભારે વરસાદ પગલે તળાવ અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે. કચ્છમાં પડેલા વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે . નખત્રાણાથી લખપતને જોડતો ધોરીમાર્ગ બંધ થતાં વાહન વ્યવહાર બંધ થયો હતો. મથલ બ્રિજ પાસેના ડાઈવર્જન પર પાણી ફરી વળ્યું છે જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો છે. નખત્રાણામાં ભારે વરસાદના કારણે રસ્તાએ બંધ થતાં વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાયા છે.


