- જામનગર-રાજકોટ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં એકનું મોત
- નાની બાણુગર પાસે BMW કારે દંપતિને અડફેટે લીધા
- અકસ્માતમાં પતિનું મોત, પત્નીને ગંભીર ઈજાઓ
જામનગર-રાજકોટ હાઈવે પર રફ્તારના રાક્ષસો બેફામ થયા છે. જેમાં કેટલીયે દુર્ઘટનાઓ છતા રફ્તારના રાક્ષસો બેફામ બન્યા છે. ત્યારે જામનગર-રાજકોટ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં એકનું મોત થયુ છે. જેમાં નાની બાણુગર પાસે BMW કારે દંપતિને અડફેટે લીધા હતા.
BMW કારનો અન્ય કાર અને બાઈક સાથે અકસ્માત
અકસ્માતમાં પતિનું મોત, પત્નીને ગંભીર ઈજાઓ થઇ છે. BMW કારનો અન્ય કાર અને બાઈક સાથે અકસ્માત થયો હતો. જેમાં GJ10DN007 નંબરની BMW કારે દંપતિને અડફેટે લીધા છે. જેમાં રફ્તારના રક્ષશો બેખોફ બન્યા છે. ત્યારે જામનગર-રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. ત્યારે જામનગરના નાની બાણુગરના પાટિયા પાસે ફોરવ્હીલર તથા બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. તેમાં BMWના ચાલકે અકસ્માત કર્યો છે.
અકસ્માતમાં પતિ-પત્ની ઇજાગ્રસ્ત થયા હતા
અકસ્માતમાં પતિ-પત્ની ઇજાગ્રસ્ત થયા હતા. તેમાં દિનેશ દેવરાજ મકવાણાનું મૃત્યુ નીપજ્યું છે. તથા અનિતાબેન દિનેશ મકવાણાને માથાના ભાગે ગંભીર ઈજા થઇ છે. તેથી અનિતાબેન દિનેશ મકવાણાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી છે.


