- નિર્માણાધિન જગન્નાથ મંદિરની દીવાલ ધરાશાયી થઈ
- રેસ્ક્યૂ ટીમે 5 મજૂરોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા
- હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત, 4 સુરક્ષિત
દિલ્હી પાસે આવેલ ગુરુગ્રામમાં સોમવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહી સેક્ટર 15માં પાર્ટ-2માં નિર્માણાધિન જગન્નાથ મંદિરની દીવાલ ધરાશાયી થઈ ગઈ. આ દરમિયાન ઘટનાસ્થળે પાંચ લોકો કાટમાળમાં દટાઈ ગયા હતા. જોકે, ઘટનાની જાણકારી મળતાની સાથે જ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને દટાયેલાં લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. ત્યારબાદ તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોએ ચાર મજૂરોની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવ્યું છે, જ્યારે એક મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હતું.
સિવિલ લાઇન ખાતે જગન્નાથ મંદિરમાં બેઝમેન્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, જેમાં ઘણા મજૂરો કામ કરી રહ્યા હતા. ભોંયરામાં માટી ખડી પડતાં નજીકમાં આવેલ વીજ બોર્ડની દિવાલ નીચેથી તૂટીને કામદારો પર પડી હતી. જેમાં એક મજૂર ચંદ્રપાલ (26)નું મોત થયું હતું. NDRF અને SDRF સિવિલ ડિફેન્સ ટીમ કામ કરી રહી છે.


