મોરબી-સુરત રૂટની બસ ચરાડવામાં ફસાઇ
એક કલાક બાદ ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા નિવેડો લવાયો
અગ્ર ગુજરાત, મોરબી
ગુજરાત એસ.ટી સલામત સવારી પરંતુ જવાબદારી તમારી સુરત ગ્રામ્ય ડેપોની મોરબી સુરત રૂટ ની બસ નંબર GJ-18-Z 9317 ગઈકાલે તા 27/3 ના સવારે 6:50 કલાકે મોરબી સુરત રવાના થયા બાદ મોરબી હાઉસિંગ પર ન જતા ત્યાંના પેસેન્જર રહી ગયેલ હોય અને ડ્રાઇવર કંડકટર ને આ બાબતે ઝઘડો થતાં ડ્રાઇવર ચરાડવા બસ મૂકીને જતા રહેલ જે ન આવતા સુરતની આ બસમાં રહેલા મુસાફરો હેરાન પરેશાન થયા હતા અને અંદાજે એકાદ કલાક વ્યવસ્થા કરવામાં મોડું થયું હતું.
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા ને આ બાબતે મુસાફરો એ વાકેફ કરતા મોરબીના પ્રતિનિધિ પ્રવીણભાઈ જોશી ને આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા અને મુસાફરોને પોતાના સ્થળે બસ મૂકી તાત્કાલિક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું જે પગલે મોરબીના પ્રતિનિધિ દ્વારા સુરત ગ્રામ્યના ડેપો મેનેજર અને સુરત વિભાગીય નિયામકને આ અંગે તાત્કાલિક જાણ કરી અને ડ્રાઇવરને સસ્પેન્ડ કરવા અપીલ કરવામાં આવી હતી આ પ્રકારની બેદરકારી અને લાપરવાહી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અકસ્માત થાય એ વાત અલગ છે પણ આ પ્રકારે ડ્રાઇવર કે કંડકટર પોતાની જવાબદારી ન સમજે અને મુસાફરોથી ભરેલી બસ મૂકી અને ભાગી જાય અને પછી આવે નહીં એ બાબત યોગ્ય નથી.


