કરોડોની ખર્ચ કર્યો છતાં ક્રોસ લાઇન મુકવાનું જ ભૂલી ગયા
રાજકોટ રેલવે ડિવિઝનના રેલવે મંત્રાલય દ્વારા અમદાવાદ થી ઉપડતી અને આવતી 6 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવી છે. આ ટ્રેનોમાં પટના એક્સપ્રેસ પ્રયાગરાજ એક્સપ્રેસ કોલકાતા એક્સપ્રેસ કોલાપુર એક્સપ્રેસ પ્રેરણા એક્સપ્રેસ હજરત એક્સપ્રેસ નો સમાવેશ થાય છે પરંતુ રાજકોટ જંકશન ઉપર ક્રોસ ફેસેલીટી ન હોવાથી અમદાવાદથી છ ટ્રેન આવતી અને ઉપડતી ટ્રેઈનો રાજકોટ સુધી લંબાવી શકાતી નથી તેમ રેલ્વે સલાહકાર સમિતિની સભ્ય હરિકૃષ્ણ જોષીએ જણાવ્યું છે.
રાજકોટ રેલવે સ્ટેશન પર પહેલા એક પેટ લાઈન હતી હવે બીજી પીટ લાઈન નો પણ શરૂ કરવામાં આવી છે. રેલવે બોર્ડના ચીફ સેફ્ટી કમિશનરના ઇન્સ્પેક્શન બાદ તારીખ 23 ફેબ્રુઆરી 23 ના રોજ ડબલ ટ્રેક પૂર્ણતાની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે અમદાવાદ તરફથી આવતી ટ્રેનો ને રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક અને બે ઉપર 6 લઈ શકાય છે અને રાજકોટ થી અમદાવાદ તરફ જતી ટ્રેનો ને પ્લેટફોર્મ નંબર 3, 4,5, 6 પરથી જ ઉપાડી શકાય તેવી ગંભીર ક્ષતિ વાળી વ્યવસ્થાને કારણે ટ્રેનોને ક્રોસ ઓવર કરાવી શકાતી નથી આ ઉણપરી વ્યવસ્થા જોયા વગર ચીફ સેફટી કમિશનર કમિશનરે એનઓસી આપ્યું હશે.આમ આ ક્રોસ ઓવર સુવિધાના અભાવે રેલ્વે મત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાતના કારણે આ ટ્રેનો રાજકોટ સુધી લંબાવી શકાતી નથી.આમ ક્રોસ ઓવર સુવિધા ઉભી કરવા માટે ટ્રેઈનો રાજકોટ સુધી લંબાવી શકાતી નથી.
આમ રેલ્વે તંત્રની એક ભુલના કારણે અમદાવાદથી રાજકોટ સુધી લાંબા અંતરની ટ્રેનો લંબાવવામાં આવતી નથી જેના કારણે રેલવે મંત્રાલય દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રને અન્યાય કરવામાં આવી રહ્યો છે.
ક્રોસ ઓવરની સુવિધા ઉભી કરવા ડબલ ટ્રેકની ડીઝાઈનમા ક્ષતી રહી ગઈ
રેલવે સ્ટેશન ઉપર ક્રોસ ઓવરની સુવિધા ઉભી કરવા માટે ટ્રેઈનની રેઈક જેટલી લાંબી હોય તેટલા પ્રમાણમાં રેલ્વેના પાથરવા માટે લાંબી જગ્યા જોઈએ ડબલ ટ્રેકની ડીઝાઈન માં મોટી ક્ષતી રહી ગઈ હોય તેવું કહી શકાય તેમજ રેલ્વે સ્ટેશન આવેલું છે ત્યાં આ ક્રોસ સુવિધા ઉભી થઇ શકે તેમ નથી.