વિમેન્સ કેર ક્લબ દ્વારા વેલેન્ટાઇન્સ ડે ના દિવસે દેશની રક્ષા કાજે શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ અપાઇ
દીપ પ્રગટાવી ફુલ અર્પણ કરી દેશભક્તિ ગીત દ્વારા દેશ દાઝનો માહોલ છવાયો
તા.14 ફેબ્રુઆરી એટલે યુવાનો માટે પોતાના દિલની વાત કરી વેલેન્ટાઇન્સ ડે મનાવવાનો દિવસ પરંતુ આ જ દિવસે દેશની રક્ષા કાજે 40 જેટલા જવાનો શહીદ થયા હતા તે વાતને પણ કેમ ભૂલી શકાય ? શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ અરવિંદભાઈ મણિયાર હોલમાં વિમેન્સ કેર ક્લબ દ્વારા યોજાઈ ગયો વેલેન્ટાઇન્સ ડે નું ગુલાબ શહીદોને અર્પણ કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ભાજપ ના કાશ્મીરા બેન નથવાણી હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં દેશભક્તિ ગીત દ્વારા જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. નાનકડા ભૂલકાઓમાં કોઈ સૈનિક બનીને આવ્યા હતા તો કોઈ બાળા ભારત માતા બનીને આવી હતી. યુવાનોએ પણ જુસ્સાથી દેશભક્તિ ગીત પર ડાન્સ કર્યો હતો. ત્રણ કલાક ચાલેલા આ કાર્યક્રમમાં જાણે દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. આ કાર્યક્રમમાં 120 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને સહુએ વેલેન્ટાઇન્સ ડે ની ઉજવણી કરવાના બદલે વીરોને વંદન કરી આ દિવસની ઉજવણી કરી હતી.
. છેલ્લા બે વર્ષથી ક્લબના ફાલ્ગુનીબેન ગોકાણી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન થાય છે જેને ખુબ સરસ પ્રતિભાવ મળી રહ્યો છે. આજના કાર્યક્રમ બાબત તેઓએ જણાવ્યું હતું કે,” આ કાર્યક્રમ દ્વારા આ શહીદોને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરી ને એમના આ બલિદાન માટે એમનો દિલ થી આભાર વ્યક્ત કરીએ છીએ.લોકોનો ખુબ સરસ પ્રતિભાવ છે તેમ જ અનેક સંસ્થા અને મહિલા ગ્રુપોનો પણ સાથ મળ્યો છે. કાર્યક્રમમાં હાજર દરેક વ્યક્તિઓએ કાર્યક્રમને વખાણ્યો હતો.વિમેન્સ કેર ક્લબ છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ ટેલેન્ટ ધરાવતા ભાઈઓ બહેનો તથા બાળકોને સ્ટેજ આપીને પ્રોત્સાહિત કરી રહ્યું છે. કલબના 10 જેટલા વોટ્સએપ ગ્રૂપ નિઃશુલ્ક ચાલી રહ્યા છે. વુમન્સ કેર ક્લબ સાથે હાલ 635 મેમ્બર્સ જોડાયેલા છે”.કાર્યક્રમ ને સફળ બનાવવા આરતી ટીલાવત,સોનલ અનડકટ,દેવાંગી વૈદ્ય,મિતલ વડાલીયા, રીમા હરીયાણી,નિશા પરમાર, બીના બારૈયા,પ્રિયંકા જેઠવા,સપના પનોડા ક્રિષ્નાબેન દેવડા અને મયુરી બા વગેરે એ જહેમત ઉઠાવી હતી.