- અકસ્માતમાં 2 ના મોત, 5 લોકોને ગંભીર ઈજા
- ટેમ્પો, કાર અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત
- પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી
વલસાડ ગુંદલાવ નેશનલ હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. એક પીકઅપ ટેમ્પો ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઈડર કુદાવીને રોંગ સાઈડ પર આવી જતાં કાર અને આઈશર ટેમ્પો સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈ-વે પર જઈ રહેલાં પીકઅપ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાતાં ધડાકાભેર અવાજ આવતાં આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકો ચીસાચીસ કરી મુકી હતી.
ત્રિપલ અકસ્માત સર્જાતાં 2 લોકોના ઘટના સ્થળે મોત
ઘટનાની વિગતો એવી છે કે, મુંબઈ – અમદાવાદ નેશનલ હાઈ-વે પર જઈ રહેલા પીકઅપ ટેમ્પોના ડ્રાઈવરે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો જેને કારણે પીકઅપ ટેમ્પો ડીવાઈડર કુદાવીને રોંગ સાઈડના રોડ પર જતી કાર અને આઈશર ટેમ્પો સાથે ધડાકાભેર અથડાયો હતો. આ ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાતાં અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અમદાવાદ – મુંબઈ નેશલન હાઈ-વે પર વાહનોનો ચક્કાજામ
ગમાખ્વાર ત્રિપલ અકસ્માતને પગલે રાહદારીઓએ તાત્કાલિક પોલીસ અને 108 ઈમર્જન્સીને ફોન કરતાં તેઓ ઘટના સ્થળે આવીને ઘાયલોને સારવાર અર્થે વલસાડની સિવીલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં અને ત્રિપલ અકસ્માત થવાને કારણે અમદાવાદ – મુંબઈ નેશલન હાઈ-વે પર વાહનોનો ચક્કાજામ થઈ જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયા છે.


